તલોદની સરકારી કચેરીમાં સરકારી કર્મચારી ઝૂમ બરાબર ઝૂમ, Video વાયરલ

ક્યાં છે દારૂબંધી? તલોદમાં સરકારી કચેરીના ક્લાર્ક માણી રહ્યા છે ખુલ્લેઆમ દારૂની મહેફિલ

સાબરકાંઠાના તલોદમાં ICDSમાં ફરજ બજાવતો ક્લાર્કનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો છે. ક્લાર્ક વિષ્ણુસિંહ રાઠોડ ઓફિસમાં પોતાના ટેબલ પર જ વિદેશી દારૂની બોટલ મૂકીને તેના મિત્ર સાથે દારૂની મહેફિલ માણી રહ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થતા સાબરકાંઠામાં દારૂબંધી અને પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. એક સરકારી કર્મી ચાલુ નોકરીએ ઓફિસમાં ખુલ્લેઆમ દારૂ પી રહ્યો છે તે ખૂબજ ગંભીર બાબત છે. વાઈરલ થયેલા આ વીડિયોમાં ક્લાર્ક કોઈની સાથે ફોન પર વાત કરતા કરતા દારૂ પીતા નજરે પડે છે. આ મુદ્દે ડીડીઓએ તપાસના આદેશ આપ્યા છે.

સરકારી અધિકારીઓને નિયમો લાગૂ નથી પડતા કે તેમને નિયમોની કંઈ પડી જ નથી? દારૂબંધી વાળા ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે. પોલીસના નાક નીચે દારૂ વેચાય છે અને સરકારી અધિકારીઓ દારૂની મહેફિલો માણે છે ત્યારે કાયદો અને વ્યવસ્થા ખાડે ગયેલા દેખાઈ રહ્યા છે.

ત્યારે તલોદની આઈસીડીએસ કચેરીમાં કર્મચારીનો દારૂની મહેફીલ માણતો વીડિયો વાયરલ થતા દારૂબંધીની પોકળ વાતોના લીરે લીરા ઉડાવ્યા છે. સમગ્ર વિવાદ મામલે તલોદ આઈસીડીએસ કચેરીના અધિકારી રશ્મિકાબેન પ્રજાપતિએ જણાવ્યું કે આવું સાંભળવા મળ્યુ છે. પરંતુ વિડીયો મળ્યો નથી હું કામગીરી માટે ફિલ્ડમાં હોઉ તેવા સમયે આવું થાય તો મને કેવી રીતે ખબર પડે ? પુરાવો હાથ લાગશે તો ઉચ્ચ અધિકારીને જાણ કરી પગલાં લેવાશે.

નોંધનિય છે કે, દારૂની બોટલ કચેરીમાં જ ટેબલ પર મૂકી મહેફીલ માણવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ તો મચી ગયો છે, પરંતું દારૂ બંઘીમાં પણ દારૂ મળે છે ક્યાંથી? એ સૌથી મોટો પ્રશ્ન છે.

 81 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર