મોદી સરકારે ESI રેટમાં કર્યો ઘટાડો

લોકસભાની ચૂંટણી ભારે બહુમતીથી જીત્યા બાદ મોદી સરકારે દેશભરના 3.60 કરોડ કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મોદી સરકારે ESI રેટમાં ઘટાડો કર્યો છે. સરકારે ઐતિહાસિક નિર્ણય લઇ કર્મચારીઓને રાજ્ય વીમા નિગમ કન્ટ્રીબ્યૂશનને 6.5 ટકાથી ઘટાડીને 4 ટકા કર્યું છે. તેમાં એમ્પ્લોયર્સનું યોગદાન 4.7 ટકા ઘટાડીને 3.25 તેમજ કર્મચારીઓના યોગદાનને 1.75 ટકા ઘટાડી 0.75 ટકા કરી દીધું છે. આ નિયમ 1 જુલાઇથી લાગુ થશે.

મોદી સરકારના આ નિર્ણયથી 3.6 કરોડ કર્મચારીઓ અને 12.85 લાખ એમ્પ્લોયર્સને ફાયદો થશે. યોગદાનમાં ઘટાડો આવવાથી ઇએસઆઇ યોજના અંતર્ગત આવતા તમામ કર્મચારીઓ અને એમ્પ્લોયર્સને ફાયદો થશે. ESI સ્કીમ હેઠળ વધુમાં વધુ કર્મચારીઓનું એનરોલમેન્ટ થઇ શકશે. તો એમ્પ્લોયર્સના યોગદાનમાં ઘટાડો થવાથી કંપની પર નાણાકીય બોજ ઓછો પડશે. તેનાથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પણ પ્રોત્સાહન આપી શકાશે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે વધુમાં વધુ લોકોને સામાજિક સુરક્ષા કવરેજના વિસ્તાર માટે ડિસેમ્બર 2016થી જુન 2017 સુધી એમ્પ્લોયર્સ અને કર્મચારીઓના વિશેષ પંજીકરણનો એક કાર્યક્રમ શરૂ કર્યો અને યોજનાનું કવરેજ તમામ જિલ્લામાં વિસ્તારિત કરવાનો પણ નિર્ણય લીધો છે, ઉપરાંત કર્મચારી વીમા એક્ટ 1948 હેઠળ કર્મચારીઓને મેડિકલ, કેશ, મેટરનીટિ, વિકલાંગતા જેવી સ્થિતિમાં સુરક્ષા મળે છે. કર્મચારી રાજ્ય વીમા ઇએસઆઇસી દ્વારા લાગુ કરવામાં આવે છે.

 10 ,  1