જમ્મુ-કાશ્મીરની ભલાઈ માટે પાકિસ્તાન સાથે વાત કરે સરકાર : મહેબૂબા મુફ્તી

 જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370ની વાપસી કરીશું – મહેબૂબા મુફ્તી

ગઇકાલે પીએમ મોદી સાથે જમ્મુ-કાશ્મીરના તમામ પક્ષોના નેતાઓની બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. આ બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે રાજકીય મતભેદો હશે પરંતુ દરેકને રાષ્ટ્રીય હિતમાં કામ કરવું જોઈએ જેથી જમ્મુ-કાશ્મીરની જનતાને ફાયદો થઈ શકે. આ બેઠકમાં પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં તમામ લોકોની સલામતી સુનિશ્ચિત કરવાની જરૂર છે અને કહ્યું કે દિલ્હી અને દિલ વચ્ચેનું અંતર સમાપ્ત થવું  જોઇએ.

સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકનો મુખ્ય ઉદ્દેશ જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી પ્રક્રિયાને મજબૂત કરવા પર ભાર મૂકવાનો હતો. પીએમ મોદીએ બેઠકમાં કહ્યું કે ડીડીસી ચૂંટણીના સફળ પ્રયોગ બાદ સરકારની પ્રાથમિકતા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવી છે. તેમણે કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી પ્રક્રિયા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.

 પીએમ નરેન્દ્ર મોદીની સાથે સર્વદળીય બેઠકમાં જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને જલદીથી વિધાનસભા ચૂંટણી સંપન્ન કરાવવાની માંગ ઉઠી છે. આ વચ્ચે બેઠક બાદ એકવાર ફરી મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાનનો રાહ આલાપ્યો છે. પીડીપી પ્રમુખ મુફ્તીએ કહ્યું કે, તે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370ની પુનઃસ્થાપના કરશે. સાથે તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં શાંતિ માટે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ. 

પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક પૂરી થયા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકો 5 ઓગસ્ટ 2019 બાદ મુશ્કેલીમાં છે. તે ગુસ્સામાં છે, પરેશાન છે અને ભાવનાત્મક રૂપથી તૂટી ચુક્યા છે. તે અપમાનિત અનુભવી રહ્યાં છે. મેં પીએમને કહ્યુ કે, જે રીતે આર્ટિકલ 370ને ગેરબંધારણીય, ગેરકાયદેસર અને અનૈતિક રૂપથી રદ્દ કરવામાં આવ્યો, તેને જમ્મુ-કાશ્મીરના લોકો સ્વીકારતા નથી. 

તેમણે આગળ કહ્યું કે, જમ્મુ કાશ્મીરના લોકો બંધારણિય, લોકતાંત્રિક, શાંતિપૂર્ણ રીતે સંઘર્ષ કરશે. મહિનાઓ થાય કે વર્ષો અમે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370ની વાપસી કરીશું કારણ કે આ અમારી ઓળખનો મામલો છે. આ અમને પાકિસ્તાનથી નથી મળ્યું, પરંતુ અમારા દેશે અમને આપ્યું, જેએલ નેહરૂ અને સરદાર પટેલે આપ્યું. 

મહેબૂબાએ આગળ કહ્યું કે, મેં તેમને શુભેચ્છા આપી કે તેમણે પાકિસ્તાન સાથે વાત કરી અને તેનાથી યુદ્ધવિરામ થયું અને ઘુષણખોરી ઓછી થી. જમ્મુ-કાશ્મીરની શાંતિ માટે જો તમણે પાકિસ્તાન સાથે બીજીવાર વાત કરવી છે તો કરવી જોઈએ. તેમણે પાકિસ્તાનની સાથે વેપારને લઈને પણ વાતચીત કરવી જોઈએ, કારણ કે બંને દેશો વચ્ચે વેપાર બંધ છે, આ ઘણા લોકો માટે રોજગારનો સ્ત્રોત છે. 

 43 ,  1