સરકારે કિસાન આંદોલનનો દડો સુપ્રિમ કોર્ટમાં નાખ્યો…

11મી જાન્યુઆરીએ સુનાવણી, આંદોલન રહેશે કે સમેટાઇ જશે ?

છેલ્લા 45 દિવસથી દેશની રાજધાની દિલ્હીના સીમાડે ચાલી રહેલા કિસાન આંદોલનની આઠમી તારીખની 9મી બેઠક પરિણામ વગર નિષ્ફળ જતાં હવે સમગ્ર મામલો કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં નાખ્યો છે. કેમ કે, આઠ જાન્યુઆરી મીટિગમાં સરકાર દ્વારા આંદોલનકારી નેતાઓને ચોખ્ખે ચોખ્ખુ કહી દેવામાં આવ્યું હતું કે ત્રણ કૃષિ કાયદા રદ નહીં થાય, તેના વિકલ્પમાં કોઇ દરખાસ્ત હોય તો સરકાર ચર્ચા કરવા તૈયાર છે. અન્યથા સુપ્રિમ કોર્ટ જે નિર્ણય આપે તે માન્ય રખાશે.

સુપ્રિમ કોર્ટમાં 11 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી પહેલા આંદોલન કાર્યો દ્વારા એવી લાગણી વ્યક્ત કરવામાં આવી કે અમે સુપ્રિમ કોર્ટમાં નહીં જઇએ અને જો કોર્ટ આંદોલન સમેટી લેવાનું કહેશે તો પણ અમે આંદોલન નહીં સમેટીએ.

નોંધનિય છે કે, કેન્દ્ર સરકારે કોઇ ચોક્કસ ગણતરીના આધારે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટને સોંપવાનો નિર્ણય કર્યો હશે. 11મી જાન્યુઆરીએ કોર્ટમાં શું થાય છે તેના પર કિસાન આંદોલનું ભાવિ નક્કી થશે. બીજી તરફ કિસાન આંદોલન દ્વારા 26મી જાન્યુઆરીએ સમાંતર ટ્રેક્ટર પરેડ યોજવાની જાહેરાત અને તૈયારીઓ કરી છે.

 22 ,  1