ભાગેડૂ માલ્યાના ભારત પ્રત્યાર્પણનો રિપોર્ટ 6 અઠવાડિયામાં રજૂ કરવા SCનો સરકારને આદેશ

ભાગેડૂ વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણનો રિપોર્ટ 6 અઠવાડિયામાં રજૂ કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યુ છે કે બ્રિટનમાં ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યાના ભારતમાં પ્રત્યર્પણ અંગેની કાર્યવાહી સંબંધિત વર્તમાન સ્થિતિ અંગે છ અઠવાડિયાની અંદર રિપોર્ટ રજુ કરો. ન્યાયાધીશ યૂયૂ લલિતની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યુ કે ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યર્પણ બાદની સુનાવણી યુકેમાં તેની વિરુદ્ધ “ગુપ્ત કાર્યવાહી”ને કારણે થઈ રહી ન હતી.

31 ઓગસ્ટના રોજ પુનર્વિચાર અરજી રદ થયા બાદ અને સજાની પુષ્ટિ થયા બાદ માલ્યા પોતાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના અવમાન મામલામાં સુપ્રીમ કોર્ટમાં રજૂ થવાના હતા.

ન્યાયાધીશ લલિતે કહ્યુ કે 31 ઓગસ્ટના વિદેશ મંત્રાલયની રિપોર્ટ પ્રમાણે બ્રિટનમાં માલ્યા સામે અમુક કાનૂની કાર્યવાહી બાકી છે. આ અંગે માલ્યાના વકીલ પાસેથી જવાબ માંગ્યો હતો. ઈ.સી. અગ્રવાલ તરફથી એક અરજી દાખલ કરવામાં આવી છે કે તેઓ આ કેસમાંથી મુક્ત થવા માંગે છે. જસ્ટિસ લલીતે આ અરજી રદ કરી દીધી છે. આથી અગ્રવાલ આરોપીના વકીલ તરીકે ચાલુ રહેશે. જે બાદમાં ન્યાયાધીશ લલિતે આ કેસમાં સંબંધિત રિપોર્ટ છ અઠવાડિયામાં સોંપવાનો આદેશ કર્યો હતો. આ કેસની આગામી સુનાવણી હવે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં થશે.

 51 ,  1