દિવાળી બાદ શાળા-કોલેજો શરૂ કરવા સરકારની વિચારણા, SOP તૈયાર કરવા અપાઇ સૂચના

શાળાઓ- કોલેજો ખુલવા મામલે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું મહત્વનું નિવેદન: સ્કુલો ખોલવા અંગે SOP તૈયાર કરવા સૂચના અપાઈ

રાજ્યમાં દિવાળી પછી સ્કૂલ અને કૉલેજો શરૂ કરવી કે નહીં તે અંગે ચર્ચા કરવા માટે આજે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપરાંત આરોગ્ય વિભાગ ના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ તમામ લોકો ચર્ચા વિચારણા બાદ રાજ્યમાં દિવાળી પછી કઈ રીતે સ્કૂલ-કૉલેજ શરૂ કરવી તે અંગે ગાઇડલાઇન તૈયાર કરવામાં આવશે.

જાણકારી પ્રમાણે રાજ્ય સરકારે દિવાળી પછી ધોરણ-9થી ધોરણ-12 સુધીના ક્લાસ શરૂ કરવા માટે લીલીઝંડી આપી શકે છે. જ્યારે ધોરણ-1થી ધોરણ-8 સુધીના વિદ્યાર્થીઓ માટે હાલ ઓનલાઇન અભ્યાસની સુવિધા ચાલુ રાખવામાં આવી શકે છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, આજે મળેલી ગુજરાત કેબિનેટમાં 9 થી 12 અને કોલેજ શરૂ કરવા બાબતે ચર્ચા થઈ હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ વધુમાં જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. આજે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. SOP તૈયાર કરવા સૂચના આપી છે. 2 દિવસમાં ચર્ચા કરીને ધોરણ 9-12 મુદ્દે ચર્ચા કરાશે. SOP તૈયાર થયા બાદ CM અને આરોગ્ય વિભાગ સાથે બેઠક કરીશું. યુનિવર્સિટીઓને પણ SOP તૈયાર કરવા સૂચના આપી છે. વિચારણા બાદ સ્કૂલ શરૂ કરવા મુદ્દે નિર્ણય કરીશું. મે મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે . ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1 થી 8 શરૂ કરવાનો નિર્ણય ઉચ્ચ કક્ષાની બેઠકમાં લેવાશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પાલન કરીને અમુક રાજ્યમાં શિક્ષણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યાં ધોરણ-9થી ધોરણ-12 સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા છે. આ માટે ખાસ નિયમો પણ બનાવવામાં આવ્યા છે. હવે ગુજરાત સરકાર પણ ચર્ચા વિચારણ બાદ સ્કૂલો શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

 98 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી