Budget 2021 : ખાતાધારકો માટે સરકારની મોટી જાહેરાત, બેંક ડૂબશે તો હવે મળશે 5 લાખ રૂપિયા

 કેન્દ્ર સરકારે ઇન્સ્યોરન્સની રકમને 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી

કેન્દ્ર સરકારે બજેટ 2021માં બેન્કોના ડૂબેલ કરજની જોગવાઈ માટે એક કંપની બનાવવાની જાહેરાત કરી છે. સાથે જ કેન્દ્ર સરકારે બેન્ક ખાતાધારકોને પણ મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ઈંશ્યોરેંસની રકમને 1 લાખ રૂપિયાથી વધારી પ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. એટલે કે, બેન્કમાં રાખવામાં આવેલ તમારા પૈસા ડૂબ્યા તો તમને 5 લાખ રૂપિયા મળી શકશે. એટલે બેન્કના બંધ થવા પર ગ્રાહકોને નુકસાનની ચૂકવણી કરી શકાય છે. પહેલા બેન્કમાં રાખવામાં આવેલ પૈસાનું ઈંશ્યોરેંસ 1 લાખ રૂપિયા હતુ, પરંતુ સરકારે તેને વધારી દીધુ છે.

આ સાથે બેંકોએ પુનર્પૂંજીકરણ માટે 20 હજાર કરોડનો બજેટીય પ્રાવધાન કર્યો છે. તેમણે કહ્યું કે સરકાર બેંકોને 20 હજાર કરોડ રૂપિયાની પૂંજી ઉપલબ્ધ કરાવશે.

કોરોના વાયરસની મહામારી વચ્ચે મોદી સરકારનું નવમું બજેટ રજૂ કરતા વિત્ત મંત્રીએ કહ્યું કે વિત્ત વર્ષ 2021-22માં રાજકોષીય ખાધ જીડીપીના 6.8% રહેવાનો અંદાજ છે. રાજકોષીય ખાધ પૂરી કરવા માટે 80,000 કરોડ રૂપિયાની જરૂરત રહેશે. વિત્તમંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે સરકાર આ વર્ષે બે સરકારી બેંકોમાં પોતાની ભાગીદારી ઓછી કરવાની છે. આ સાથે સરકાર આ વર્ષે સરકારી ઇન્સ્યોરન્સ કંપની LICનો IPO લોંચ કરવાની તૈયારીમાં છે.

બજેટ ભાષણ વાંચતા નિર્મલા સીતારમણે કહ્યું કે આ બજેટ પડકારનજક ભર્યા માહોલમાં રજુ થઈ રહ્યું છે. કોરોના વાયરસ મહામારીના કારણે લોકોના જીવ ગયા છે. આ દરમિયાન અમે 40 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા જાય તેની વ્યવસ્થા કરી છે. સરકારે 4 આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી છે.

 18 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર