ગુજરાતમાં ફરી શાળા-કોલેજ શરૂ કરવા સરકારની વિચારણા

તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરાશે

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે આ સ્થિતિ વચ્ચે રાજ્યમાં શાળા-કોલેજો ફરી શરૂ કરવા અંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મોટું નિવેદન આપ્યું છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનો નિર્ણય લેવાશે તેના પર ભાર મુકવામાં આવ્યો હતો.

તેમજ ચુડાસમાએ કહ્યું કે, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાનારી બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાશે આવશે. એટલું જ નહીં ગત શૈક્ષણિક વર્ષમાં જે રીતે શાળા અને કોલેજ શરૂ કરવામાં આવી હતી તે જ રીતે શાળા અને કોલેજ શરૂ કરવામાં આવશે તેવો નિર્દેશ આપ્યો હતો. પહેલા ધોરણ 10-12 બાદમાં કોલેજો શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના કારણે શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ પગલે વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણી રહ્યા છે પણ હવે કેસો ઘટતા શાળા-કોલેજો ફરી ખુલવાની રાહ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે. બીજી બાજુ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના દૈનિક 100થી પણ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે અને મોતનો આંકડો પણ ઘટી રહ્યો છે અત્યાર સુધીમાં 10,064 લોકોના મોત કોરોનાને કારણે લોકોના મોત નિપજ્યા છે.

 114 ,  1