રાજ્યના તમામ મંદિરો ખોલવાનો સરકારનો નિર્ણય, નવરાત્રિમાં દર્શન માટે બંધ નહીં રખાય

રાજ્યના તમામ મંદિરો દર્શન માટે ખોલવામાં આવશે : પ્રદિપસિંહ જાડેજા

રાજ્યમાં તમામ મંદિરો દર્શન માટે ખોલવાનો સરકારે નિર્ણય કર્યો છે. નવરાત્રિ શરૂ થવામાં માંડ બે દિવસ બાકી રહ્યા છે. સરકાર તરફથી નવરાત્રિનાં મોટાં આયોજનો પર પાબંદી મૂકવામાં આવી છે, પરંતું મંદિર બંધ રાખવાનો કોઇ આદેશ આપવામાં આવ્યો નથી.

ગાંધીનગમાં આજે મળેલી કેબિનેટ બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં તમામ મંદિરો દર્શન માટે ખોલવાનો નિર્ણય લેવાયો છે. નવરાત્રીમાં લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે. તમામ મંદિરોમાં પૂજા-અર્ચના કરી શકાશે. તમામ મંદિરોમાં LED થકી દર્શન કરાવાશે. પ્રસાદ આપવાના નિર્ણયમાં પણ સુધારો કરાયો છે. મંદિરો બંધ પેકિંગમાં પ્રસાદ આપી શકાશે. અગાઉ પ્રસાદ નહીં વહેંચવા નિર્ણય લેવાયો હતો પણ હવે પ્રસાદ વહેંચી શકાશે પરંતુ બંધ પેકિંગમાં જ પ્રસાદ વહેંચી શકાશે. 

સંક્રમણ ન ફેલાય તે માટે બંધ પેકેટમાં પ્રસાદ અપાશે 

લોકડાઉન ખૂલ્યુ ત્યારથી મંદિરોમાં સૂચનાઓનું પાલન કરીને મંદિરો ખુલ્લા કરાયા છે. નવરાત્રિ દરમિયાન જેતે મંદિર ટ્રસ્ટોએ પોતાના સ્થળ પરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીધા છે. આ નવરાત્રિના સમય દરમિયાન ધર્મસ્થાનો મંદિરો ઉપર કોરાનાનું સંક્રમણ વધે નહિ તે ધ્યાનમાં રાખીને મળતો પ્રસાદ બંધ પેકિંગના અંદર આપવાનો નિર્ણય લીધો છે. સંક્રમણ વધે નહિ તે માટે આ નિર્ણય લેવાય છે. પ્રસાદ હાથમાં આપવાથી સંક્રમણ ફેલાવાની શક્તયા વધુ રહે છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, નવરાત્રી માં પ્રસાદ માટેની SOPમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે. 

 267 ,  3