રાજ્યના યુવાનોનો રોજગારી મળે તે સરકારની પ્રાથમિકતા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હું પણ તમારી જેમ સાંભળી સાંભળીને આજે અહિયાં પહોંચ્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમ રોજગાર વિભાગ દ્વારા આયોજિત નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં હાજર લાભાર્થીઓને રમૂજમાં કહ્યું હતું કે હું પણ તમારી જેમ ઘણું સાંભળી સાંભળીને અહિયાં પહોંચ્યો છું. તેમણે કહ્યું હતું કે મારા સંબોધનનો કાર્યક્રમ તમને નિમણૂક પત્ર આપ્યા બાદ હતો પરંતુ હાથમાં નિમણૂક પત્ર આવ્યા બાદ સાંભળવું અઘરું પડે.

તેમણે કહ્યું કે તેમજ આવો કાર્યક્રમ હોય એટલે સહેજે બે કલાક ચાલે અને છેલ્લે બોલનારને જોઈને થાય કે હવે આ પૂરું કરે તો સારું. તેમજ તેમણે કહ્યું હતું કે હું પણ તમારી જેમ જ સામે બેસીને સાંભળી સાંભળીને આજે અહિયાં પહોંચ્યો છું.

રાજ્યના પ્રજાજનોની સુખાકારી અને યુવાનોને રોજગારી સરકારની પ્રાથમિકતા છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે. મુખ્યમંત્રી રાજ્યની આઇ.ટી.આઇ ના વિવિધ ટ્રેડના સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને નિમણૂંક પત્રો એનાયત તથા શ્રમયોગીઓ માટે ઇલેકટ્રીક દ્વિચક્રી વાહન ખરીદીની ગો-ગ્રીન યોજનાના લોંચીંગ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શ્રમ રોજગાર વિભાગ આયોજિત આ કાર્યક્રમમાં નવનિયુકત ૧૩૦૦ જેટલા સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને નિમણૂંક પત્રો અર્પણ થયા હતા. ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની સેવામાં જોડાઇ રહેલા આ નવનિયુકત સુપરવાઇઝર-ઇન્સ્ટ્રકટર્સને અભિનંદન પાઠવતા કહ્યું કે, રાજ્યમાં મહત્તમ લોકોને રોજગારી મળે તેવો સરકારનો ધ્યેય છે.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, યુવાનોને રોજગાર અવસર મળતા નથી તેવું કહેનારાઓ ગુજરાતની તૂલના અન્ય રાજ્યોના રોજગારીના આંકડા સાથે કરે તો ગુજરાતમાં અન્ય રાજ્યોની સાપેક્ષમાં કેટલી રોજગારી મળી રહી છે તેનો ખ્યાલ આવી જશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત-વિઝનરી નેતૃત્વ અને આયોજનમાં ગુજરાત સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ બન્યું છે. રોજગાર હોય કે શ્રમિકોની સલામતિ-સુવિધા ગુજરાતે આત્મનિર્ભર ભારતના માર્ગે ‘આત્મનિર્ભર ગુજરાત’ બનવાનો નિર્ધાર કર્યો છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી