ઉત્તરાયણ મુદ્દે હાઇકોર્ટમાં સરકારનો જવાબ, જાણો વિગત

મોટી સંખ્યામાં ધાબા પર લોકો એકઠા નહી થઇ શકે, પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ નહીં લખી શકાય, લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ

ઉત્તરાયણ મુદ્દે હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજી પર સરકારે જવાબ રજૂ કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં ધાબા પર લોકો એકઠા નહીં થઇ શકે તેમ જણાવ્યું છે. તેમજ પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ નહીં લખી શકાય આ સાથે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

રાજ્યમાં કોરોના મહામારીના પોઝિટિવ કેસોનો આંકડો સતત ઓછો થઇ રહ્યો છે પરંતુ રાજ્ય સરકારે આ મહામારી ફરી માથુ ઉંચકે નહી તે માટે લોકોને સાવચેત રહી તહેવારોની ઉજવણી કરવાની અપીલ કરી છે.

ગુજરાત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા અનુસાર, કોરોના મહામારીમાં ઉત્તરાયણની ઉજવણી ધાબા, મેદાન અને રસ્તા પર નહીં કરી શકાય. સાથે જ ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ શક્શે નહીં. અને લાઉડ સ્પીકર વગાડવા પર પણ સરકારે પ્રતિબંધ મૂક્યો છે.

ઉત્તરાયણની ઉજવણીમાં મહત્વના ગણાતા પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવુ લખાણ નહીં લખી શકાય. જો કોઇ આવું કરશે તો તેની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ માટે ડ્રોન અને સીસીટીવી માધ્યમથી પોલીસ ચાપતી નજર રાખશે.

 70 ,  1