રમણ પટેલના રિમાન્ડ મેળવવા સરકારની રિવિઝન અરજી

બન્ને પક્ષની સુનાવણી પૂર્ણ, સેશન્સ કોર્ટ 15મીએ ચુકાદો આપશે

થલતેજ આંબલીવાસમાં કરોડો રૂપિયાની જમીન બોગસ મંડળી બનાવી પચાવી પાડનાર પોપ્યુલરના બિલ્ડર રમણ પટેલની સોલા પોલીસે વધુ એક કેસમાં ટ્રાન્સફર વોરંટ ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. જો કે, નીચલી કોર્ટે તેમના રિમાન્ડ ફગાવી દઇ જેલમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. જેની સામે સોલા પોલીસે રિમાન્ડ રિવિઝન અરજી કરી હતી. જેમાં આજે સુનાવણી પૂર્ણ થતા સેશન્સ કોર્ટે ચુકાદો 15મીના રોજ આપવા આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, થલતેજમાં રૂ.૬૦૦ કરોડની જમીન પચાવી પાડવાના કેસમાં પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની જામીન અરજી ધ ગુજરાત લેન્ડર ગ્રેબિંગ એક્ટના ગુનામાં ફગાવી દીધી હતી. રમણ પટેલ ,તેમનો પુત્ર અને ભાઈ દશરથ પટેલ ચાર માસથી સાબરમતી જેલમાં જમીનો અને પુત્રવધુના અપહરણના કેસમાં જેલમાં છે.

રમણ પટેલની રિમાન્ડ રિવિઝન અરજી અંગે સરકારે સેશન્સ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, આરોપી સોમેશ્વર દર્શન કો. ઓ.હા. સોસાયટીના ચેરમેન છે અને તેમણે જમીનનું કૌભાંડ આચર્યું છે તેના દસ્તાવેજ ક્યાં છે?, રમણ પટેલ સહિતના આરોપીઓએ બોગસ દસ્તાવેજ કેવી રીતે અને કોની પાસે બનાવ્યો?, આરોપી ગુનેગાર છે અને કાયદાની તમામ બાબતોથી માહિતગાર છે તેથી તપાસમાં સહકાર આપી રહ્યાં નથી, સોમેશ્વર દર્શન ખેતી સહકારી મંડળીના નામે વેચાણ દસ્તાવેજ છે તે રેવન્યુ રેકોર્ડમાં નોંધ આધારિત છે તે ખરેખર દસ્તાવેજ કેવી રીતે થયો તે બાબતની તપાસ જરૂરી છે, આરોપીઓ સિવિય બીજુ કોણ કોણ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલું છે, આરોપીએ સોમેશ્વર દર્શન ખેત સરકારી મંડળી બનાવી તે મંડળીને લગતી કેટલી મિલક ક્યાં ખરીદી?, આરોપી સાથે બીજુ કોણ કોણ સંડોવાયેલું છે?, સમગ્ર કૌભાંડમાં કોઇ સરકારી કર્મચારીની સંડોવણી છે કે નહીં?,આરોપીના બેંક એકાઉન્ટની પણ તપાસ જરૂરી છે, નીચલી કોર્ટે યોગ્ય મૂલ્યાંકન કર્યા વગર રિમાન્ડ રદ કર્યા છે તેથી વિવિધ મુદ્દાની તપાસ માટે 14 દિવસના રિમાન્ડ આપવા જોઇએ.

જો કે, આરોપી તરફે એવી રજૂઆત થઇ હતી કે, જે મુદ્દે પોલીસ રિમાન્ડ માગી રહી છે તેમાં તપાસ માટે આરોપીની હાજરી જરૂરી નથી, નીચલી કોર્ટે મૂલ્યાંકન કર્યા બાદ રિમાન્ડ રદ કર્યા છે ત્યારે હવે રિમાન્ડ ન આપવા જોઇએ. આ મામલે બન્ને પક્ષે સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર