પેટ્રોલ-ડીઝલની કિંમત પર RBI ગવર્નરે આપ્યું મહત્વનું નિવેદન

બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર વધારવામાં આવેલા ટેક્સ બાદ તેના ભાવમાં સામાન્ય વધારો થયો છે પરંતુ તેની મોંઘવારી પર અસર નથી. આ વાત બજેટ બાદ નાણાંમંત્રી નિર્મલા સિતારમણ અને RBIના ગવર્નર શશીકાંતદાસે સોમવારે કહી. શશીકાંતદાસે જણાવ્યું કે, મોનિટરીંગ પોલીસી કમિટિની મિટિંગ ઓગસ્ટના પહેલા સપ્તાહમાં થવા જઇ રહી છે.

તેઓએ કહ્યું કે મોનેટરી પોલીસ કમિટીની મીટિંગ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં યોજાશે. અમારી ઇન્ટર્નલ ટીમ પેટ્રોલ-ડીઝલના ભાવથી મોંઘવારી પર થતા પ્રભાવનું વિશ્લેષણ કરશે. એવું નથી કે તેનો પ્રભાવ બીજા જ દિવસે મોંઘવારી પર દેખાવા લાગશે. અમારી ઇન્ટર્નલ ટીમ પેટ્રોલ-ડિઝલના ભાવની મોંઘવારી પર અસરનું વિશ્લેષણ કરશે. તેવું નથી કે તેની અસર બીજા દિવસે જ મોંઘવારી પર દેખાવા માંડશે.

પ્રેસકોન્ફરન્સમાં શશીકાંત દાસે જણાવ્યું કે, NBFCમાં લિક્વિડિટિ સંકટ પર RBI અને સરકાર બંન્નેની નજર છે. અમે NBFCના લિક્વિડિટિ સંકટને જલ્દીથી ઉકેલી લેશું. સિસ્ટમમાં પર્યાપ્ત નગદ છે. બેંકોના રિકેપિટલાઇઝેશનને લઇને તેઓએ કહ્યું કે આ એક સકારાત્મક પગલું છે અને તેનાથી ક્રેડિટ ગ્રોથમાં વધારો થશે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી