September 22, 2020
September 22, 2020

ગૃહ મંત્રાલયે વીરતા પુરસ્કારની કરી જાહેરાત, ગુજરાતના 19 પોલીસકર્મીની પસંદગી

ગુજરાત પોલીસના ડૉ. નીરજા ગોટરૂ અને નિલેશ વઘાસિયાને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરાશે

વીરતા અને સર્વિસ પુરસ્કારોની જાહેરાત થઈ છે. ગેલેન્ટરી એવોર્ડસની ગૃહ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવે છે, જે સ્વતંત્રતા દિવસ પ્રસંગે આપવામાં આવે છે. ત્યારે ગુજરાત પોલીસને 19 એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.

 સ્વતંત્ર્ય દિવસે ગુજરાતના 2 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત થશે. તો 17 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત થશે.

ગુજરાત પોલીસના ડૉ. નીરજા ગોટરૂ અને નિલેશ વઘાસિયાને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરાશે. ગેલેન્ટરી એવોર્ડના લિસ્ટમાં પહેાલ નંબર પર જમ્મુ-કાશ્મીર પોલીસ છે. જેને 81 એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. બીજા નંબર પર 55 મેડલ સાથે સીઆરપીએફ અને ત્રીજા નંબર પર 23 મેડલ ઉત્તર પ્રદેશ પોલીસ ટોપમાં છે. ગૃહ મંત્રાલય દ્વારા ગેલેન્ટરી અને સર્વિસ એવોર્ડનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

CBIથી 32 અને NAIથી 5 અધિકારી સન્માનિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર યાદીમાં મહારાષ્ટ્રના 58, મણિપુરના 7, મિઝોરમના 3, નાગાલેન્ડના 2, ઓડિશાના 14, પંજાબના 15, રાજસ્થાનના 18, સિક્કિમના 2, તમિલનાડુના 23, તેલંગાનાના 14, ત્રિપુરાના 6, ઉત્તરાખંડના 4, પશ્ચિમ બંગાળના 21 કર્મીઓને વિભિન્ન શ્રેણીઓમાં વીરતા પુરસ્કાર એનાયત કરાશે.

 119 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર