J&K: કેન્દ્ર શાસિત પ્રદેશ બનતા થઇ શકે છે આ મોટા ફેરફાર

રાજ્યસભાની શરૂઆત થતાં જ ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવવા અને J&Kના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આમ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો છે.

સૌથી પહેલા 35 એ જમ્મુ કાશ્મીરમાં સ્થાઇ નાગરિકોને ખાસ અધિકાર આપતી હતી. 14 મે 1954 પહેલા જે લોકો કાશ્મીરમાં વસ્યા હતા તેમના આ અધિકાર હેઠળ અહીં જમીન ખરીદવાનો અને સરકારી નોકરી અને સહાય મેળવવાનો વિશેષ હક હતો. જે હવે દૂર થયો છે.

જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનું બિલ રજૂ કર્યું છે. તેના અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ અલગ કરી દેવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. અમિત શાહ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લદ્દાખના લોકોની ઘણાં સમયથી માંગણી હતી કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે. જેથી અહીં રહેનારા લોકો તેમના લક્ષ્યને મેળવી શકે.

હવે લદાખ અને જમ્મુ કાશ્મીર બંને કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. કેન્દ્ર શાસિત પ્રદેશ બનતા જ તે ભારતનો રાજકીય ભાગ રહેશે. અન્ય રાજ્યોની જેમ જ હવે તે પોતાની સરકાર ચૂંટી શકશે. અને તેનું સંચાલન કેન્દ્ર જાતે કરશે. દમણ દીવ, લક્ષદ્વીપની જેમ ભારતના 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હવે લડાખ અને જમ્મુ કાશ્મીર પણ જોડાશે.

આર્ટીકલ 370 જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો અધિકાર આપે છે. જે મુજબ ભારતીય સંસદ જમ્મુ કાશ્મીરમાં ખાલી ત્રણ ક્ષેત્રે એટલે કે રક્ષા, વિદેશ મામલા અને સંચાલન માટે કાનૂન બનાવા અંગે જ નિર્ણય લઇ શકે છે. આ હેઠળ જમ્મુ કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરિકતા હતી. જો કે મોદી સરકારે હવે આ વિશેષ અધિકારો પણ ફેરફાર કર્યા છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી