September 20, 2021
September 20, 2021

અફઘાનમાં ફસાયેલા ભારતીયો પરત આવવા માંગે છે, અમે તેમના સંપર્કમાં : વિદેશ મંત્રાલય

ભારત સરકાર અફઘાનિસ્તાનમાં તમામ ઘટનાક્રમ પર રાખી રહી છે નજર

અફઘાનિસ્તાન પર સંપૂર્ણ રીતે તાલિબાનનો કબજો થઈ ગયો છે. તેની વચ્ચે ભારતે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલમાં સુરક્ષા સ્થિતિ ખરાબ થઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે  સરકાર અફઘાનિસ્તાનમાં તમામ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

આ સાથે જ વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે અમે જાણીએ છીએ કે અફઘાનિસ્તાનમાં કેટલાક ભારતીય નાગરિકો છે, જે પરત આવવા માંગે છે અને અમે તેમના સંપર્કમાં છીએ. અમે અફઘાન શિખ, હિંદૂ સમાજના પ્રતિનિધિઓના સંપર્કમાં છીએ. તે લોકોને મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે અફઘાનિસ્તાન છોડવા માંગે છે.


અરિંદમ બાગચીએ કહ્યું કે કાબુલ એરપોર્ટ પરથી કોમર્શિયલ ફ્લાઇટનું સંચાલન આજે સ્થગિત કરવામાં આવ્યું છે. આનાથી અમારા વતન આવવા માટેના અમારા પ્રયત્નોને રોકવાની ફરજ પડી છે. અમે પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છીએ.

વિદેશ મંત્રાલયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કાબુલ એરપોર્ટ પર ઘણી અફરાતફરીની સ્થિતિ છે. લોકો અફઘાનિસ્તાન છોડીને તેમના વતન પાછા ફરવા માંગે છે. આવી સ્થિતિમાં કાબુલ એરપોર્ટ પર લોકોની ભારે ભીડ જોવા મળે છે. માહિતી અનુસાર, ભારતના 130 લોકો કાબુલમાં હાજર છે. આમાં કેટલાક રાજદ્વારીઓ સામેલ હોવાની સૂચના છે. ગઈ કાલે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI244 કાબુલથી 129 લોકો સાથે દિલ્હી આવી હતી. અફઘાનિસ્તાનની સ્થિતિની ઉચ્ચસ્તરે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનમાં ભારતીય નાગરિકો અને હિતોની સુરક્ષા માટે સરકાર દરેક પગલું ભરશે.

 43 ,  1