ક્યાં લતાજી અને ક્યાં રિહાના, ક્યાં સચિન અને ક્યાં ઢબુડી ગ્રેટા..! સવાલ જ નથી…!!

લતા એટલે લતા બાકી કા નહીં કુછ અતા ઔર પતા….!

રાજ ઠાકરે ઉવાચઃ સરકારે લતાતાઇ અને સચિનને ટ્વીટ કરવા કહેવું જોઇતું નહોતું..!!

ટ્વિટરીયા વિવાદ બાદ શરદ પવારે સચીનને આપી સલાહ- ક્રિઝની બહાર પગ મૂકતો નહીં…

મોદીની ટીકા કરના રાજ ઠાકરે ગુજરાતમાં મોદીના સ્ટેટ ગેસ્ટ બન્યા હતા એ ભૂલી ગયા લાગે છે…

લતાજીનો રિહાનાને જવાબ- યે ગલિયાં યે ચૌબારા યહાં આના ના દો બારા…!

રાજ ઠાકરે માટે અક્ષયની તો જાણે કોઇ કિંમત જ નથી, બોલો..

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

આપણાં લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કોઇ સફળતા હોય ને તો એ છે કે તેમના એક અવાજે દંતકથા સમાન કોકીલ કંઠી ગાયિકા લતા મંગેશકરે પોપ સિંગર રિહાનાએ લલકાર્યુ- દેખો બેટા ઇતની જીદ અચ્છી નહીં, તું હૈ કૌન.., વડાપ્રધાનના એક અવાજે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સ્વીડનની ઢબુડી કહી શકાય એવી ગ્રેટાને કહી દીધુ- દૂર હટો એ દુનિયાવાલો હિન્દોસ્તાં હમારા હૈ, મેરે હિન્દોસ્તાં મેં હર સમસ્યા કો સુલઝાને હિંમત હૈ, યે હમારા આપસી મસલા હૈ…તું તારૂ કર…!! આ બન્ને દંતકથા સમાન ધી ગ્રેટ હસ્તોની સાથે બોલીવુડના બીજા કેટલાક કલાકારોએ પણ આંતરરાષ્ટ્રીય ફલક પર જવાબ આપ્યો…..

આમ તો દિલ્હીની બહાર હજુ પણ કિસાન આંદોલન તો ચાલી જ રહ્યું છે પણ સચિન અને લતાતાઇ સહિતના અન્યોનો મામલો કંઇક થાળે પડ્યો ન પડ્યો અને બીજા એક ઠાકરેએ મોદી સામે તલવાર તાણી- અક્ષય-વક્ષય તો ઠીક છે પણ લતાતાઇ અને સચિનને ટ્વીટ કરવાનું સરકારે કહ્યું તે યોગ્ય નથી..! મોદીએ તેમને સરકારની તરફેણમાં ટ્વીટ કરવા લતાતાઇ અને સચિનને કહેવું જોઇતુ નહોતુ એમ ઠાકરેનો કહેવાનો મતલબ છે. હવે જો આ ઠાકરેને કોઇ એમ પૂછે કે લોકસભા ચૂંટણીમાં તમે એકપણ ઉમેદવાર ઉભા રાખ્યા નહોતા છતાં મુંબઇ અને મહારાષ્ટ્રમાં મોદી સામે સુનિયોજિત પ્રચાર કેમ કર્યો તો….!? ખોટુ લાગી જાહે…!

લતાતાઇ જેમના એક કોન્સર્ટથી આજે પણ કરોડો કરોડોની કમાણી થાય, વિજ્ઞાપનમાં સચિનના એક હસ્તાક્ષરની કિંમત કરોડો કરોડોમાં પડે એવા લિજેન્ડરી હસ્તીઓએ મોદીના કહેવાથી પોતાના બ્રાન્ડની સહેજ પણ ચિંતા કર્યા વગર તરત જ ફટાફટ આંતરરાષ્ટ્રીય ટ્વીટનો જવાબ ટ્વીટથી આપીને પોતાના ચાહકોને પણ સંદેશો આપ્યો-હું પણ મોદીનીસાથે……

ભારતમાં ચાલી રહેલા કિસાન આંદોલનના ટેકામાં ટ્વીટ કરનાર પોપ સિંગર રિહાના, સ્વીડીશ કર્મશીલ કિશોરી ગ્રેટા થનબર્ગ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસના ભાણી અને લોયર મીના હૈરિસ વગેરેને જવાબ આપવા મેદાનમાં ઉતરેલી ભારતની સેલેબ્રિટીઝ લતા મંગેશકર, સચિન તેંડુલકર, અક્ષયકુમાર, અજય દેવગન, કરણ જોહરને લઇને ક્યાંક તેમની આલોચના થઇ રહી છે તો મહારાષ્ટ્ર્માં કેટલાક કિસાન ટેકેદારોએ સચિનના પોસ્ટર પર કાળી સ્યાહી રેડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. આવુ પહેલીવાર થયું.

મહારાષ્ટ્રના મનસે નામની રાજકિય પાર્ટીના નેતા રાજ ઠાકરેએ એવો દાવો કર્યો કે કેન્દ્ર સરકારે કિસાન આંદોલનમાં લતા મંગેશકર અને સચિનને ઢસટવાની જરૂર નહોતી. આ હસ્તીઓએ સરકારના કહેવાથી રિહાના વગેરેની સામે સરકારનો પક્ષ લઇને પોતાની પ્રતિષ્ઠા જોખમમાં મૂકવાનું કામ કર્યું છે.કેમ કે સરકારે એમને ટ્વીટ કરવા કહ્યું હતું. સાચુ-ખોટુ તેઓ જાણે પણ લતાતાઇ અને સચિન મેદાનમાં ઉતર્યા તો સારૂ જ થયું ને. એ બહાને લોકોને અખબારોમાં લતાતાઇના ફોટા જોવા મળ્યા અને સચિન શું વિચારે છે એ પણ તેમના ચાહકોને ખબર પડી અને એમાં કાંઇ ખોટુ પણ નથી. સચિનને પોતાનો અધિકાર છે વિચારવાનો અને વ્યક્ત કરવાનો. એમાં રાજ ઠાકરેએ કૂદી પડવાની જરૂર નથી. રાજ લતાતાઇનો પક્ષ લે તો લતાદીદી કાંઇ એ ગીત ગાવાની નથી-મેરે હાથો મૈં નૌ નૌ ચૂડિયા હૈ….

રાજ ઠાકરેએ અક્ષયને સામાન્ય કલાકાર અને જાણે કે અક્ષય તો સરકાર તરફી જ છે એવા ભાવ સાથે મિડિયા વાતચીતમાં એમ કહેતા સંભળાય છે કે આવા કામ માટે અક્ષય-વક્ષયનો ઉપયોગ તો ઠીક છે…પણ લતાતાઇ અને સચિનનો ઉપયોગ યોગ્ય નથી. શરદ પવારે સચિનની કરિયર ઘડવામાં ફળો આપ્યો હશે એટલે મહારાષ્ટ્રના આ મરાઠાકિંગ અને સિનિયર નેતા શરદ પવારે પણ સચિનના ટ્વીટને લઇને તેમને એવી સલાહ આપી કે સચિને પોતાના કાર્યક્ષેત્ર(ક્રિકેટ)ની બહાર જઇને બોલવામાં સાવધ રહેવુ જોઇએ.

પોપસિંગર રિહાના, ગ્રેટા વગેરે. કિસાન આંદોલનની તરફેણમાં ટ્વીટ પર બેસીને ચીં….ચીં… કરવા લાગ્યા ત્યારે ભારતના આ મહાનુભાવોએ કિસાન આંદોલનનો વિરોધ કરીને સરકારની તરફેણ કરતાં સોશ્યલ મિડિયામાં પણ તેમની વિરૂધ્ધ ઉહાપોહ થયો હતો. તે વખતે એમ મનાતુ હતું કે લતાદીદી સહિતના અન્યોએ જે ટ્વીટ કર્યા તે તેમણે પોતે આગળ આવીને કર્યા. પરંતુ રાજ ઠાકરેનો દાવો છે કે તેમણે સરકારના કહેવાથી ટ્વીટ કર્યા હતા. રાજ ઠાકરે મોદી વિરોધી મનાય છે અને લોકસભા ચૂંટણીમાં તેમણે મુંબઇમાં વડાપ્રધાન મોદીના વિરોધમાં પ્રચાર કર્યો હતો. હજૂર, જ્યારે મોદી સીએમ હતા ત્યારે આ જ રાજ ઠાકરે ગુજરાતમાં મોદી સરકારના ખાસ મહેમાન બન્યા હતા અને પ્રવાસના અંતે અદાણી હસત્કના મુંદ્રા બંદરની મુલાકાત લઇને મુંબઇ રવાના થયા હતા….!! મુંદ્રામાં એ વખતે ગૌતમ અદાણી તેમને મળ્યા હતા કે કેમ એ હજુ બહાર આવ્યું નથી.

ભારતમાં કૃષિ કાનુનના વિરોધમાં ખેડૂત આંદોલનની સાથે વિદેશી લોકોના ટ્વિટનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે આ મુદ્દે મનસે નેતાએ સરકાર પર નિશાન કેમ સાધ્યું છે એ રાઝ તો રાજ જ જાણે….પણ સવાલ એ છે કે પોપ સિંગર રિહાના લતાજીની તોલે આવે તેમ છે ખરા…? જવાબ છે-નાજી…નાજી…!! ક્રિકેટના મેદાન પર એકસો શતક કરીને જેઓ ક્રિકેટના ભગવાન બની ગયા તે સચિનની તોલે ઢબુડી ગ્રેટા આવે ખરી..? જવાબ છે નાજી…નાજી…!!

લતાજી અને સચિનજી, ડોન્ટ વરી…આવુ તો ચાલ્યા કરે…આ રીતે કોઇ આપણાં દેશ પર ટ્વીટરીયો હુમલો કરે તો આપણાંથી થોડી કાંઇ શાંત બેસી રહેવાય- કેસર કા બલ્લાં ઘૂમા….દડો ઉછળીને જાય સીધો સ્વીડનની ગલિયોમાં…અને બુમ બરાડા પાડીને ગાનાર પોપસિંગર રિહાના માટે તો લતાજીનો આ એક જ ગીત કાફી હૈ- યે ગલિયા યે ચૌબારા…યહાં આના ના દો બારા..!!

-દિનેશ રાજપૂત

 76 ,  1