બનાસકાંઠામાં બે ટ્રક અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત, ત્રણ લોકો ભડથું

ડીસા – પાલનપુર હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

બનાસકાંઠામાં ડીસા પાલનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે ટ્રક વચ્ચે રિક્ષા ચગદાઇ જવાની ઘટના સામે આવી છે. આ ભયંકર અકસમાતમાં રિક્ષામાં સવાર ત્રણ લોકો જીવતા ભડથું થયા હોવાની આશંકા છે. ઘટના ઘટતા જ પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી છે.

બે ટ્રક અને રિક્ષા વચ્ચેનો અકસ્માત એટલો ભયંકર હતો કે જોત જોતામાં ત્રણેય વાહનોમાં ભીષણ આગ લાગી હતી. જેમાં રિક્ષામાં સવાર ત્રણ લોકો આગમાં ભડથું થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સહિત ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી