પ્રાંતિજ પાસે ગોઝારો અકસ્માત, 3 કાર બળીને ખાખ : એકનું મોત 4 – ચારની હાલત ગંભીર, Video

અકસ્માતમાં CNG કારમાં બ્લાસ્ટ થતાં ત્રણેય ગાડીઓ આગમાં ખાખ થઇ

સાબરકાંઠાના પ્રાંતિજના મજરા પાસે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. એક સાથે ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાતા એનું મોત થયું છે અને ચાર લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. ટક્કર એટલી ભયાનક હતી કે એક CNG કારમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે ત્રણ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે. અકસ્માત એકનું મોત થયું છે જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. કારમાંથી ન નિકળી શકતા મહિલાનુ મોત થયું છે.

વિગત મુજબ, અમદાવાદ – હિંમતનગર નેશનલ હાઈવે આઠ પ્રાંતિજના મજરા ચોકડી નજીર આજે સવારે અમદાવાદ તરફથી આવતી સીએનજી ગેસની ગાડી, પશુધાસ ચારો ભરેલ આઈસર તથા પીકઅપ ડાલા વચ્ચે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં સીએનજી ગેસની આઇશર તથા પશુધાસ ચારો ભરેલ આઈસર તથા પીકઅપ વચ્ચે એકની પાછળ એક વાહનો ધુસી ગયાં હતાં. જેમાં અકસ્માત બાદ સીએનજી ગાડી માંથી ગેસ લીકેજ થઇ ભેદી ધડાકા સાથે આગ પકડી લેતા ત્રણેય વાહનોમાં લાગી આગ હતી. જેમાં સીએનજી આઇશરમાં મુસાફરી કરી રહેલ સુમિત્રા બેન રતિલાલ ઝાલા (ઉ.વર્ષ. ૪૦ રહે. છાલા મુળ રહે. સંતરામપુર) આગમાં બળીને ભથ્થુ થઇ ગઇ હતા. જ્યારે ત્રણ અન્ય મહિલાઓ જેમાં ઝુલેખા બીબી ઈસ્માઈલ ભાઇ કાજી (ઉ.વર્ષ. ૩૫ રહે. છાલા) અમીનાબેન જાકીરભાઇ રાઠોડ (ઉ.વર્ષ-૩૫ રહે.છાલા) અફસાના બેન હનીફભાઇ કુરેશી (ઉ.વર્ષ-૩૫ રહે.છાલા) ઇજાગ્રસ્ત થઇ છે.

ત્રણ મહિલા ઓને પહેલા ૧૦૮ મારફતે પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે ગાંધીનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા તો સીએનજી ગેસ આઇશર ચાલક કાંતિભાઇ મોહનભાઇ રાવળ (ઉ.વર્ષ-૬૦ રહે. મુહુદા) પણ ગંભીર રીતે શરીરે દાઝી જતા પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આગના સમાચાર મળતા પ્રાંતિજ ફાયર ફાયટર તથા હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી. અકસ્માત ને લઈને નેશનલ હાઈવે આઠ ઉપર કતારો લાગી હતી તો ટ્રાફિક જામ અને અકસ્માતના સમાચાર પ્રાંતિજ પોલીસને મળતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો.

 35 ,  1