GPSCના પેપરમાં એક ભૂલથી વિદ્યાર્થીઓ મુકાયા ટૅન્શનમાં..!

ચેરમેન દિનેશ દાસાએ તાત્કાલિક કરવી પડી આવી સ્પષ્ટતા

આજ રોજ રાજ્યમાં GPSC ક્લાસ 1 અને 2ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાઇ છે. ત્યારે રાજ્યભરમાં 785 કેન્દ્રો પર 2 લાખ જેટલાં ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. 183 જગ્યાઓ માટે 2 લાખ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે.

સવારનાં 10થી 1 વાગ્યા સુધી અને બીજું પેપર બપોરનાં 3થી 6 વાગ્યા સુધી ચાલશે. જો કે આ પેપરમાં ગૌણ સેવાનું પેપર લીક થયા બાદ GPSCની આ પરીક્ષામાં વ્યવસ્થા પણ કડક ગોઠવવામાં આવી છે.

જો કે, આ પરીક્ષાના પેપરમાં ભૂલ જોવા મળી હતી. પરીક્ષાનો સમયગાળો 180 મિનીટના બદલે 120 મિનીટનો ભૂલથી છપાયો હતો. જો કે, આ ભૂલ અંગેની જાણ થતાં જ GPSCના ચેરમેન દિનેશ દાસા એક્શનમાં આવ્યા હતા અને ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, ટાઈપોગ્રાફી એરરને કારણે પરીક્ષાના સમયગાળામાં ભૂલ જોવા મળી છે. જો કે, તમામ પરીક્ષા કેન્દ્રોને આ એરર અંગેની જાણકારી આપી દેવામાં આવી છે.

પ્રશ્નપત્ર પર ટાઈપોગ્રાફિક એરરને કારણે સમય 180 મીનીટસને બદલે 120 મીનીટસ છપાયો છે જે બાબતની સૂચના તમામ કેન્દ્રોને આપી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીનું એલાન થતાં GPSC વર્ગ 1-2ની પ્રિલિમનરી પરીક્ષા થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી જો કે, આચારસંહિતા પૂર્ણ થતાં આજે પરીક્ષા લેવામાં આવી છે. આ સાથે જ તાજેતરમાં હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાંની ઘટનાની શ્યાહી હજી સૂકાઈ નથી ત્યારે આ પરીક્ષામાં પણ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી