GPSGની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અરજીની સમય મર્યાદા વધારાઇ..

હવે 16 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી અરજી થઇ શકશે

GPSGની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અરજીની સમય મર્યાદા વધારાઇ છે. હવે 16 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે. આ અંગેની જાહેરાત GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટ કરીને જણાવી છે. .21 સપ્ટેમ્બરે જાહેર થયેલી પરીક્ષાઓ માટે અરજી કરી શકાશે. આ ,માટેની સમયમર્યાદા 13 ઓક્ટોબરે પૂર્ણ થતી હતી. જેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.

GPSC ની ૨૧/૯/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ થયેલ તમામ જાહેરાતો કે જેમાં અરજી કરવાની આજે છેલ્લી તારીખ હતી તેમાં પણ આ નિર્ણય લાગુ કરવામાં આવશે. આ જાહેરાતોમાં વય મર્યાદામાં હોવા છતા અરજી કરવાનું ચુકી ગયેલા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ૧૬/૧૦ થી ૨૬/૧૦ દરમિયાન ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી