ગુજરાત રાજ્ય મહેસુલી તલાટી મહામંડળ દ્વારા અનુકરણીય કાર્ય

ગુજરાત રાજ્ય મહેસુલી તલાટી મહામંડળ દ્વારા 16 લાખ 8 હજાર રૂપિયા જેટલું માતબર ફંડ પોતાના પગારમાંથી રાજ્યના મહેસુલી તલાટીશ્રીઓ દ્વારા એકઠા કરીને 2010 થી 2018 ચાલુ ફરજ દરમિયાન કોઈ પણ કારણોસર સુધીમાં ગુજરી જનાર રાજ્યના અલગ અલગ જિલ્લાઓના 16 જેટલા પૂર્વ મહેસુલ તલાટી શ્રીઓના પરિવારને વિતરણ કરવાનો કાર્યકમ તા. 23-06-2019, રવિવારના રોજ યોજવામાં આવ્યો હતો.

Association Of Revenue Talati, Gujarat State (ART)ના સ્થાપક અને ભૂતપૂર્વ મહામંત્રી શ્રી આશિષ કુહાડીયા, ભાવનગરના તલાટીઓ શ્રી જયદેવ માલાવાડીયા, જીજ્ઞાબેન જાની તથા અન્ય મહેસુલી તલાટીઓએ ભાવનગર ખાતે સ્વ. શ્રી અજય વી. બારૈયાના પરિવારજનોને મળીને એક લાખ પાંચસો રૂપિયાનું ફન્ડ સુપ્રત કર્યું.

ARTના ગુજરાતના પ્રમુખશ્રી Jashvant Dabhi અને તેમની સમગ્ર ટીમને આ પ્રસંગે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ARTએ ઘણા સારા કાર્યો કર્યા છે અને ભવિષ્યમાં પણ કરશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

સૌને સાથે રાખી ને વાવેલું બીજ આજે એક વટ વૃક્ષ બની ચૂક્યું છે. સામુહિક પ્રયાસો સાચી દિશા માં હોય તો જરૂર સારું પરિણામ આપે જ છે એ એકતા અખંડિતતા અને પરિવારિક ભાવના ધરાવતા ARTએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે.

 76 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી