લો બોલો..સફાઇ કામદારની ભરતી માટે ગેજ્યુએટ-એન્જિનીયર ઉમેદવારો મેદાને!

તલોદ પાલિકા સફાઇકર્મીની ભરતીમાં અધધ.. 282 ઉમેદવારો હાજર રહ્યા

સાબારકાંઠા જિલ્લાની બહુચર્ચિત તલોદ નગરપાલિકામાં તાજેતરમાં 11 બેઠકો ત્રણ દિવસ ભરતી પ્રકિયાનું આયોજન કરવામાંઆવ્યું હતું. જેમાં 282 ઉમેદવારો હાજર રહ્યા હતા. જ્યારે 156 ઉમેદવારો ગેર હાજર હર્યા હતા.

વિગત મુજબ, તલોદ નગરપાલિકામાં સફાઇ કામદારો માટે ખાલી પડેલી 11 બેઠકો માટે ત્રિ-દિવસીય ભરતી પ્રક્રિયા તાજેતરમાં જ યોજવામાં આવી હતી. જેમાં SCની 3 બેઠકો, એસટીની 1, જનરલ 2, ઇડબલ્યુએસની 1, ઓબીસીની 4 બેઠકો મળી કુલ 11 બેઠકો માટે 438 જેટલા ઉમેદવારાઓએ એપ્લીકેશન કરી હતી. જે પૈકી 282 ઉમેદવારો હાજર રહ્યા હતા. જ્યારે 156 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

જે યોજાયેલ સફાઇ કામદારની જોબ માટે એન્જિનીયર, ગેજ્યુટ ઉમેદવારો ઝંપલાવતા તલોદ સહિત જિલ્લા અને અન્ય જિલ્લાના બેરોજગાર ઉમેદવારોની નોકરી માટેની તાલવેલીની વરવી વાસ્તવિકતા ભરતી પ્રક્રિયા ઉપર ફલિત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અધધ કહી શકાય તેટલા ઉમેદવારોની પસંદગી માટેની પસંદગી સમિતિ પણ એકથી એક ચઢીયાતા ક્વોલિફાઇડ ઉમેદવારોને લઇને ગોથા ખાઇ રહી છે.

 19 ,  1