ગ્રામ પંચાયતની ચૂંટણી : અત્યાર સુધીમાં 18 ટકા મતદાન

મહેસાણામાં સૌથી વધુ 30 ટકા મતદાન

રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 18 ટકા મતદાન થઇ રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઇ રહેલા મતદાનમાં ક્યાંક નાના મોટા કજીયા પણ થયા છે. તો ક્યાંક આચારસંહિતાનો ભંગ થયો છે. રાજ્યમાં અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો તારવવામાં આવ્યા છે. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગ્રામ પંચાયતથી નક્કી થશે વિધાનસભા સુધીનો રસ્તો. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા આ મોટી અને છેલ્લી ચૂંટણી છે. આ ચૂંટણી નક્કી કરશે ગુજરાતના ગામડાઓનો અસલી મૂડ. કઇ પાર્ટીના સમર્થક સરપંચ સૌથી વધારે ચૂંટાય છે એ મહત્વનું હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પાર્ટીના મેન્ડેટ પ્રમાણેની નથી હોતી. પરંતુ જે પાર્ટીના સમર્થિત સરપંચ ચૂંટાય છે તેને વિધાનસભામાં ફાયદો થાય છે.

પંચાયતો પર કબજો કરવા આજે ગુજરાતમાં  8690 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં કુલ મળીને 18197039 ગ્રામિણ મતદારો મતાિધકારનો ઉપયોગ કરશે. 

 • મહેસાણામાં સૌથી વધુ 30 ટકા મતદાન
 • અમદાવાદ જિલ્લામાં 27 ટકા,અમરેલીમાં 25 ટકા મતદાન
 • આણંદ જિલ્લામાં 23 ટકા,અરવલ્લીમાં 21 ટકા મતદાન
 • બનાસકાંઠામાં 22 ટકા,ભરૂચમાં 18 ટકા મતદાન
 • ભાવનગરમાં 27,બોટાદમાં 22 ટકા મતદાન
 • છોટાઉદેપુરમાં 19 ટકા દ્વારકામાં 20 ટકા મતદાન
 • દાહોદમાં 19 ટકા,ગાંધીનગરમાં 28 ટકા મતદાન
 • ગીર સોમનાથમાં 26 ટકા,જામનગરમાં 28 ટકા મતદાન
 • જૂનાગઢમાં 29 ટકા,કચ્છમાં 26 ટકા મતદાન
 • ખેડામાં 24 ટકા,મહેસાણામાં 30 ટકા મતદાન
 • મહીસાગરમાં 21 ટકા,મોરબીમાં 26 ટકા મતદાન
 • નર્મદામાં 24 ટકા,નવસારીમાં 29 ટકા મતદાન
 • પંચમહાલમાં 22 ટકા,પાટણમાં 26 ટકા મતદાન
 • પોરબંદરમાં 26 ટકા,રાજકોટમાં 29 ટકા મતદાન
 • સાબરકાંઠામાં 27 ટકા,સુરતમાં 26 ટકા મતદાન
 • સુરેન્દ્રનગરમાં 27 ટકા મતદાન,તાપીમાં 23 ટકા મતદાન
 • ડાંગમાં 22 ટકા,વડોદરામાં 26 ટકા મતદાન,વલસાડમાં 20 ટકા મતદાન    

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી