અમદાવાદ : હેર સ્ટાઇલ સરખી ન હોવાનું કહી વિદ્યાર્થીને કાઢી મૂક્યો..

ગોતાની વિનોદ વિદ્યા સંકુલ શાળાની દાદાગીરી

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં શાળામાંથી વિદ્યાર્થીને બહાર કાઢી મુકવાનો મામલો સામે આવ્યો છે. ગોતામાં આવેલી વિનોદ વિદ્યા સંકુલમાં ચાલુ પરિક્ષાએ વિદ્યાર્થીને બહાર કાઢી મુકાતા વિવાદ સર્જાયો છે.

ધોરણ 9ની પરીક્ષા આપી રહ્યો હતો તે દરમિયાન શાળાના ટ્રસ્ટીએ વિદ્યાર્થીને બહાર કાઢી મુક્યો હતો, વિદ્યાર્થીને બહાર કાઢવાનું કારણે તેના વાળ હોવાનું મનાઈ રહ્યું છે. કેમ કે વિદ્યાર્થી શાળામાં ફંકી સ્ટાઈલથી વાળ કપાવીને આવ્યો હતો. જેને લઈ શાળાને વિદ્યાર્થીને બહાર કાઢી મુકાતા બાળકના માતા પિતાએ પણ શાળાના ટ્રસ્ટી સામે આક્ષેપ કર્યા હતા. અને શાળાના આવા અયોગ્ય વર્તન સામે રોષ વ્યક્ત કર્યો હતો.

જોકે શાળાના ટ્ર્સ્ટીએ વિવાદ વકરતા કહ્યું કે ફંકી હેર સ્ટાઇલ શાળા ન ચલાવી લેવાય, અમારી શાળામાં ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ છે તેમજ વિદ્યાર્થીઓમાં ઈકવાલીટી જળવાઈ રહે માટે બાળકને ફંકી સટાઇલ ન રાખવા કહ્યુ હતું, શાળા દ્વારા બાળકાના વાલીને પણ બોલાવી લાવવા કહ્યું હતું જો કે હાલ વિદ્યાર્થીને શાળામાંથી જવા કહ્યું છે પરીક્ષામાંથી ઉઠાડ્યો નથી તેવું જણાવ્યું છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી