નરોડાની શ્રી નારાયાણા સ્કુલની દાદાગીરી! વાલીઓને ફી ભરવા માટે રીતસરનું દબાણ

વાલીઓ સામે દાદાગીરી : ગમે ત્યાં ફરિયાદ કરો કઈ નહિ થાય, ફી ના ભરનાર બાળકોના ઓનલાઈન ક્લાસ કરાયા બંધ

કોરોના કાળમાં ઘણા લોકોની નોકરીઓ ચાલી ગઈ છે અને શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવી રહી છે અને વિધાર્થીઓનું ભવિષ્યના બગડે તે માટે સરકારે ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા શરુ કરી છે અને તેના માટે પણ સરકારે નિર્ધારિત કરેલ ફી વાલીઓ દ્વારા ભરવામાં પણ આવી રહી છે છતાં અમુક શાળાઓ હજુ પણ સરકારના નિયમોનો ભંગ કરીને વધારે ફી ચુકવવા માટે વાલીઓ પર દબાણ કરી રહી હોવાની ફરિયાદો શિક્ષણ વિભાગને પણ કરવામાં આવી રહી છે. પરંતુ નરોડામાં આવેલ શ્રી નારાયાણા સ્કુલની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં ખુલ્લેઆમ ડોનેશન લેતા હોવાનું જણાવી આવે છે.

ગત વર્ષે દેશમાં ખતરનાક અને જીવલેણ કોરોનાની એન્ટ્રી બાદથી જ શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય ઠપ્પ થઇ ગયું હતું. પરંતુ અનલોક શરુ થતાની સાથે જ બાળકોનું ભવિષ્યના બગડે તે માટે સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા અમલી બનાવાઈ હતી. જેમાં શાળાઓને રૂટીન કામગીરીની તુલનાએ લેશમાત્ર ખર્ચ થતો હોવા છતા રાજ્ય સરકારે ૭૫% ફી વસુલવાની મંજુરી શાળાઓને આપી હતી.જેને પણ વાલીઓ દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી.

પરંતુ હવે ખાનગી શાળાઓ સરકારના નિયમોનો ભંગ કરીને ૭૫% થી પણ વધુફી ચુકવવા માટે વાલીઓને દબાણ કરી રહી છે. જેનો તાજો દાખલો નરોડામાં આવેલી ખાનગી શાળા નારાયાણ સ્કુલનો છે. શાળાએ વધારેલી ફી નહિ ભરી શકનાર વિધાર્થીઓને ઓનલાઈન ક્લાસમાંથી પણ બહાર કરી દીઘા છે અને પ્રમોશન આપવાનો પણ ઇનકાર કરી દીઘો છે.

સરકારના આદેશ કરતા પણ વધારે ફી વસુલવા મામલે એક મહિલા વાલી દ્વારા શાળા સંચાલકો સામે રજૂઆત કરવાનો વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા વાલી સામે શાળા સંચાલક અને કર્મચારીઓ કેવી દાદાગીરી કરી રહ્યા છે વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે. વાયરલ વિડીયોમાં મહિલા વાલીને કર્મચારીઓ જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરવા કહે છે અને કહે છે કે કોઈ શાળાનું કંઈપણ બગાડી નહિ શકે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા ડોનેશન પર મુકવામાં આવેલા પ્રતિબંધનો પણ ભંગ થતો હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. મહિલા વાલીને ફીના ભરે તો નામ કમી કરાવવા સુચન કરે છે ત્યારે મહિલા વાલી કહે છે કે ડોનેશન આપેલું છે તે પણ પરત આપો ત્યારે શાળાના કમર્ચારી કહે છે કે ડોનેશન પરત ના મળે.

આમ ખુલ્લેઆમ શાળામાં ડોનેશન લેવાતું હોવાની કબુલાત વાયરલ વિડીયોમાં જોવા મળી રહી છે. વાયરલ વિડીયોમાં શાળાના કર્મચારી મહિલા વાલીને કહે છે કે સરકારે ૨૫% ફી માં કન્સેશન આપ્યું હતું તેતેની અંતિમ તારીખ ૩૧/૧૦/2020 હતી પરંતુ સરકારે કરેલા પરિપત્રમાં ૨૫% ફી માફીમાં કોઈ અંતિમ તારીખ નિર્ધારિત કરવામાં આવી નથી.બીજી બાજુ એલસી લેવું હોય તો પણ ફી તો ભરવી જ પડશે ત્યારબાદ જ સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ આપીશું એમ પણ કર્મચારી ધમકી આપી રહેલા જોવા મળે છે.

બીજીબાજુ શાળામાં ભણતા આર્થિક અને પછાત વર્ગના બાળકો માટે સરકારી શિષ્યવૃત્તિ માટે પણ સરકારી વિભાગની સૂચનાને પણ નજરઅંદાજ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો છે.જે અનુસાર શાળામાંથી અનુસુચિત જાતિના વિધાર્થીઓ માટે સરકારી શિષ્યવૃત્તિ માટે કોઈ પણ દરખાસ્ત મોકલવામાં ના આવી હોવાનું અમદાવાદ સ્થિત અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક દ્વારા એક વાલીની ઓનલાઈન અરજીના જવાબમાં સ્પષ્ટ થઇ રહ્યું છે.

દરમિયાન મંગળવારે અખંડ હિંદુ સેનાના મહાવીર સિંહે અન્ય જાગૃત વાલીઓ વિજય ભાઈ, વિજય કુમાર, આચલ બેન, કમલ ગેહાણી, સંજય ગઢવી, વિશાલ પંચાલ સાથે મળીને અમદાવાદ શહેર શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. જેમાં શ્રી નારાયણ શાળા દ્વારા કરવામાં આવી રહેલી મનમાની અને દાદાગીરી સામે સરકારી નિયમ અનુસાર પગલાં લેવા પણ વિનંતી કરવામાં આવી હતી.

મહાવીર્સીન્હેં કહ્યું હતું કે સરકારે ૨૫% ફી માફીનો આદેશ કર્યો હોવા છતાં શ્રી નારાયણા શાળા દાદાગીરી કરીને પૂરી ફી ભરવા વાલીઓ પર દબાણ કરે છે. વાલીઓ બાળકોનું ભવિષ્ય ના બગડે તે માટે કઈ પણ બોલી શકતા નથી પરંતુ વાયરલ થયેલા વાલી અને શાળા કર્મચારીઓના વિડીયોમાં સ્પષ્ટ દેખાય આવે છે કે શાળા ખુલ્લેઆમ દાદાગીરી કરી રહી છે અને ફી માંગી રહી છે આ ઉપરાંત પ્રમોશન આપવાનો પણ ઇનકાર કરી રહી છે.તદ્પરાંત જ્યાં પણ ફરિયાદ કરવી હોય ત્યાં કરવા માટે ધમકી આપે છે. ત્યારે અમે શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપીને શાળા સામે કાર્યાવાહી કરવા રજૂઆત કરી છે.

હવે જોવાનું એ રહ્યું કે ખુલ્લેઆમ દાદાગીરી કરતી શ્રી નારાયણા સ્કુલ સામે શિક્ષણ વિભાગ શું પગલાં લેશે કે પછી ભીનું સંકેલી દેશે.

 78 ,  1