દુશ્મનાવટ માટે દાદીએ પૌત્રીનો લીધો જીવ…

જ્ઞાતિના બે પક્ષો વચ્ચે પાણી ભરવાના રસ્તાને લઈને વિવાદ સર્જાયો હતો

આપણા સમાજમાં અવારનવાર ગુનાઓ બનતા જ રહે છે .ક્યારેક આવા ગુનાઓમાં અસામાજિક તત્વોનો તો ક્યારેક આપણા અંગત લોકોનો પણ હાથ રહેલો જોવા મળતો હોય છે .આવી ઘટનાઓ સમાજમાં કલંક સમાન હોય છે .ફરી એકવાર આવી ઘટના પ્રકાશમાં આવી છે .જે કાળજા કંપાવનારી સાબિત થઇ છે .

રાજસ્થાનના બરાન જિલ્લાના બોરીના ગામમાં હ્રદયસ્પર્શી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં 50 વર્ષની મહિલાએ ગામમાં જ રસ્તા પર થયેલા ઝગડાને લઈને સામેના પક્ષના સાથે દુશ્મની નિભાવતા જેલ મોકલવાની યોજના બનાવી હતી. દુશ્મનને ખોટા કેસમાં ફસાવા માટે દાદીએ પોતાની જ ત્રણ વર્ષીય પૌત્રી જીયાને જમીન પર પટકી-પટકીને હત્યા કરી નાખી. પોલીસ તપાસમાં ખુલાસો થતાં બરાન પોલીસે પૌત્રીની નિર્દયતાથી હત્યા કરવા બદલ દાદી કનકબાઈ મોગ્યાની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ ,બરાન પોલીસ અધિક્ષક વિનીત બંસલે જણાવ્યું હતું કે, સદર પોલીસ સ્ટેશન વિસ્તારના બોરીના ગામે મોગ્યા જ્ઞાતિના બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. પાણી ભરવાના રસ્તાને લઈને વિવાદ સર્જાયો હતો. ત્યાં ઝઘજો થતાં બંને પક્ષના લોકો ઘાયલ થયા હતા. એક પક્ષના અમરલાલ મોગ્યાએ માથામાં ઈજા અને ત્રણ વર્ષની પુત્રીના મોત અંગે રિપોર્ટ કરી, બીજા પક્ષના રામેશ્વર મોગ્યા પર અમરલાલની પત્ની મીનાક્ષીએ રામેશ્વર સામે હત્યા અને હુમલો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો.

સૂત્રો અનુસાર ,વિવાદના દિવસે રામેશ્વર મોગ્યાની પુત્રીને માથામાં ઈજા થઈ હતી. બીજી તરફ અમરલાલ મોગ્યાનો ભાઈ ધનરાજ અને પિતા લતુરલાલને ઈજાઓ પહોંચી હતી. જ્યારે ઈજાગ્રસ્ત પુત્રી વિશે જાણ કરવા રામેશ્વર મોગ્યાએ પોલીસ સ્ટેશન જવા લાગ્યો, ત્યારે અમરલાલની માતા કનક બાઇએ તેનો વિરોધ કર્યો હતો. અને પોતાના વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો તો પરિણામનો સામનો કરવા તૈયાર રહેવાની ધમકી આપી હતી.

વધુ વિગતોમાં ,જ્યારે રામેશ્વર તેની ઈજાગ્રસ્ત પુત્રી સાથે જવા લાગ્યો હતો, ત્યારે કનકબાઈએ પોતાની ત્રણ વર્ષની પૌત્રીને માથાના ભાગે જમીન પર પટકીને મોતને ઘાટ ઉતારી દીધી. ત્યારબાદ પરિવારના લોકો મૃત બાળકીના મૃતદેહને લઈને રામેશ્વર મોગ્યા સામે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ તપાસમાં ઘટનાની વાસ્તવિકતા સામે આવી અને દાદીએ જ પૌત્રીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. રામેશ્વર મોગ્યાને ફસાવવા માટે કનકબાઈએ પોતાની જ પૌત્રીની હત્યા કરી નાખી. પોલીસ સમગ્ર મામલે કનકબાઈની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 54 ,  1