કઠુઆ: અંધશ્રદ્ધાના કારણે પૌત્રએ કરી દાદા-દાદીની ક્રૂર હત્યા, પોલીસે વધુ તપાસ હાથ ધરી

જમ્મૂ-કાશ્મીરમાં અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાયેલા 19 વર્ષના એક યુવકે શુક્રવારે રાતે પોતાના દાદા-દાદીને લોખંડના સાંકળોથી મારીને હત્યા કરી છે. મૃતકોની ઓળખ ચાંદ રામ (85) અને તેમની પત્ની સંયોગિતા (75) તરીકે કરવામાં આવી છે.

આ વાતની જાન થતા પોલીસે આરોપી પૌત્ર વિરુદ્ધ કેસ દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે. આ સાથે પોલીસ આજુ-બાજુના લોકો સાથે પણ પૂછપરછ કરી રહી છે. આરોપી પૌત્ર હિમાચલ પ્રદેશમાં મિસ્ત્રી કાર કરતો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે તે ચાર-પાંચ દિવસ પહેલા ઘરે આયો હતો અને વારંવાર અજીબ હરકતો કરતો હતો.

દાદા-દાદીની હત્યા પહેલા આરોપીએ પોતાના માતા-પિતા સાથે મારપીટ કરી હીત. જેના કારણે બંને સંબંધીઓના ઘરે રહેવા જતા રહ્યા હતા. ઘરમાં દાદા-દાદીને એકલા જોઈને સાહિલે ઘરની નજીક એક દેવી મંદિરમાં રાખવામાં આવેલી લોખંડની સાંકળોથી બાંધીને તેમની ઢોર માર મારીને હત્યા કરી દીધી.

પોલીસે જણાવ્યું કે યુવક કંઇક પણ બરાબર રીતે જણાવતો નથી. ધટનાની તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે યુવકે અંધશ્રદ્ધાના કારણે દાદા-દાદીની હત્યા કરી છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી