ડીસા: શરત ગામે ગૌચરની જમીનમાં 120 વિઘા જેટલું દબાણ કરી પચાવી પાડ્યાનો આક્ષેપ

ડીસા તાલુકાના શરત ગામે ગૌચર માં મસમોટું દબાણ કરાયુ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ગામના ગૌચર પૈકી 120 વિધા જેટલી જમીન દબાણ કરી પચાવી પાડવાના આક્ષેપ થઈ રહ્યા છે. સ્થાનિક ગામ લોકોએ આ સમગ્ર મામલે અનેક રજૂઆત બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. ગૌચર પર દબાણ માટે ગામના લોકોએ ધી શરત સામુદાયિક સેવા સહકારી મંડળીની રચના કરી છે. આ મંડળી ગામના ગૌચર પર દબાણ કરી ખેતી કરતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જ્યારે સૌથી મહત્વની બાબત એ છે કે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડનો ખોટો હુકમ મંડળી તરફે કરવામાં આવ્યો છે. જે ખોટો હોવાનું પ્રાથમિક તપાસમાં સાબિત થયું છે. જ્યારે ફરિયાદ સાથે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધિકારી શશીકાંત પટેલ ટેલિફોન વાતમાં ખુદ સ્વીકાર કરી રહ્યા છે કે હુકમ ખોટો કરવામાં આવ્યો છે.

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગૌચરની જમીન 25 વર્ષના ભાડા પેટે ધી શરત સામુદાયિક ખેતી સેવા સહકારી મંડળી ને આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે તપાસ થતાં ખોટો સાબિત થયો છે. જ્યારે આ મામલે અત્યારે ગામની મંડળી હાઈકોર્ટે માં કેશ દાખલ કર્યો છે. પરંતુ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ખોટા સરકારી દસ્તાવેજ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શરત ગામની ગૌચર દબાણ મામલે અનેક બાબતો સામે આવી રહી છે પરંતુ આ સમગ્ર કેશમાં ગૌસેવા અને ગૌચર વિકાસ ની કામગીરી શંકાસ્પદ છે. ખોટી રીતે સરકારી જમીનો આપવામાં આવી હોવાનો સ્વીકાર ખુદ બોર્ડ ના અધિકારીઓ કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે શું કાયદેસર અને ફોજદારી કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી