રોહિત-દ્રવિડ યુગનો જીતથી પ્રારંભ

ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે રોમાચંક વિજય, શ્રેણીમાં 1-0થી આગળ

જયપુરમાં રમાઈ રહેલી પહેલી T-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 6 વિકેટના નુકસાને 164 રન કર્યા હતા. 165 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ઈન્ડિયન ટીમની શરૂઆત સારી રહી હતી. રોહિત શર્મા અને કે.એલ.રાહુલ વચ્ચે પહેલી વિકેટ માટે 50 રનની પાર્ટનરશિપ થઈ હતી.

આખરી ત્રણ બોલમાં જીતવા માટે ત્રણ રનની જરુર હતી, ત્યારે મિચેલની બોલિંગમાં રિષભ પંતે (૧૭*) ચોગ્ગો ફટકારતાં ભારતને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીની પ્રથમ ટી-૨૦માં પાંચ વિકેટથી રોમાંચક જીત અપાવી હતી. ભારતે ૧૬૫ રનના ટાર્ગેટને ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. સુર્યકુમાર યાદવે ૪૦ બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૬૨ રન ફટકાર્યા હતા. રોહિતે ૪૮ રનનું યોગદાન આપ્યું હતુ. જ્યારે બોલ્ટે બે વિકેટ ઝડપી હતી. હવે ૧૯મી નવેમ્બર ને રવિવારે શ્રેણીની બીજી ટી-૨૦ રમાશે.

અગાઉ ઓપનર ગપ્ટીલના ૭૦ અને ચેપમેનના ૬૩ રનની ઈનિંગને સહારે ન્યુઝીલેન્ડે ભારતને પ્રથમ ટી-૨૦માં જીતવા માટે ૧૬૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેપ્ટન રોહિતની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ વેંકટેશ ઐયરને સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં તક આપી હતી. અશ્વિને ૨૩ રનમાં અને બી.કુમારે ૨૪ રનમાં બે-બે વિકેટ ઝડપી હતી.

ભારતીય કેપ્ટન તરીકે નવી ઈનિંગની શરૂ કરી રહેલા રોહિતે જયપુરમાં ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીની પ્રથમ ટી-૨૦માં ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ભુવનેશ્વર કુમારે ભારતને આક્રમક શરૃઆત અપાવી હતી. ટી-૨૦ વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કરનારો ન્યુઝીલેન્ડનો ઓપનર મિચેલ ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયનમાં પાછો ફર્યો હતો. ભુવનેશ્વરે મેચના ત્રીજા જ બોલે ભારતને સફળતા અપાવી હતી અને ન્યુઝીલેન્ડનો સ્કોર ૧/૧ થઈ ગયો હતો.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી