September 27, 2020
September 27, 2020

ઉત્તર પ્રદેશ : ના ભરી શકી ભાઇની ફી, શાળાના માલિકે બહેન સાથે આચર્યું દુષ્કર્મ

ભાઇની ફી માફ કરવા શાળા માલિકને કરી વિનંતી, મજબૂરીનો ફાયદો ઉઠાવી કર્યો બળાત્કાર

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં એક સ્કૂલ માલિકે ફી ન ભરવા બદલ વિદ્યાર્થીની બહેન પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે યુવતીની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

યુવતીએ આરોપ લગાવ્યો છે કે ટીસી આપવાના બહાને શાળામાં બોલાવી, તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના ઇકોટેક -3 વિસ્તારની છે. પોલીસે પીડિતાની ફરિયાદ પર ગુન્હો નોંધી આરોપી શાળાના માલિકની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

યુવતીનું કહેવું છે કે તેનો ભાઈ આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. લોકડાઉનને કારણે ફી જમા ન કરી શક્યા. આર્થિક તંગીને કારણે ફી માફ કરવા શાળાને વિનંતી પણ કરી હતી. છતાં શાળાના સંચાલકો માન્યા નહીં અને અવાર નવાર ફી જમા કરાવવા પરિવાર પર દબાણ કરતા હતા.

યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 4 સપ્ટેમ્બરના રોજ તે ફરી તેના ભાઇની સ્કૂલની ફી માફ કરવા શાળામાં ગઈ હતી. જ્યાં હવસખોર સ્કૂલના ચેરમેન નીરજ ભાટીએ તેની પર દાનત બગાડી, બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. એટલું જ નહીં શાળાના ચેરમેને પરિવારને આ ઘટના ન કહેવા જણાવ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

જો કે યુવત દ્વારા પોતાના પરિવારજનોને સમગ્ર હકીકત જણાતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પીડિતાની ફરિયાદ પર પોલીસ સ્ટેશન ઇકોટેક -3 માં કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

ડીસીપી મહિલા વૃંદા શુક્લાએ જણાવ્યું હતું કે આરોપીએ વિદ્યાર્થીની બહેનને ટીસી આપવાના બહાને શાળાએ બોલાવી હતી. આ દરમિયાન આરોપી શાળાના માલિકે તેની સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો.

 99 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર