Green Gujarat: નિરાધારો માટેના ધામમાં 700 વૃક્ષો રોપવામાં આવ્યાં

અમદાવાદ નજીક દેવડી ગામે જનહિત ફાઉન્ડેશન સંચાલિત વૃંદાવાન ધામ કે જયાં નિરાધાર લોકો જેનુ આ દુનિયા માં કોઇ નથી એવા લોકોને લાવી આશ્રમમાં રાખવામાં આવે છે, તે આશ્રમ માં આજે 700 જેટલા વૃક્ષૉ વાવવામાં આવ્યાં હતા. જેથી આ લોકો ભવિષ્ય માં આ ઝાડની નીચે બેસી શકે અને કુદરતી વાતાવરણ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે વૃક્ષૉ વાવવામાં આવ્યા હતા. આ વૃક્ષને પાલન પોષણ કરી મોટા કરવા માટે વૃંદાવાનધામના કાર્યકરો તથા ટ્રસ્ટીગણના લોકો એ જવાબદારી લીધી હતી.

વૃક્ષ એ જ જીવનનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. હાલમાં ચોમાસાની સીઝન છે ત્યારે પણ આ વૃક્ષોને ઉગાડવામાં મદદ મળી રહે તેમ છે. ગુજરાતમાં સંખ્યાબંધ સેવાભાવી સંસ્થાઓ કામ કરે છે ત્યારે જો દરેક આ રીતે વૃક્ષો વાવે તો એ દિવસ દૂર નથી કે ગુજરાત ખરા અર્થમાં ગ્રીન ગુજરાત બની જશે.

 8 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર