Green Tea સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ

આ લોકોએ ભૂલથી પણ ન પીવી જોઈએ ગ્રીન ટી!

વજન ઉતારવા માટે, ફિટનેસ મેઈન્ટેન કરવા માટે આજકાલ ઘણાં બધા લોકોએ ગ્રીન ટી પીવાની શરુઆત કરી છે. વાસ્તવમાં ગ્રીન ટી ચાઈનાની એક હર્બલ ટી છે. કહેવાય છે કે ગ્રીન ટી સૌથી જૂની હર્બલ ટી છે, જે સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે. ગ્રીન ટીના લાભો મેળવવાનો શ્રેષ્ઠ સમય દિવસ દરમિયાન અથવા સાંજે નાસ્તા સાથેનો છે. તેમજ ખાલી પેટ તેનું સેવન ન કરો.

ગ્રીન ટીના ફાયદા
ગ્રીન ટી પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ થાય છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે હુંફાળા પાણીમાં દિવસની એક કપ ગ્રીન ટી હેલ્ધી લાઈફ માટે પૂરતી છે અને તમે મેક્સિમમ 2 કપ સુધી પી શકો છો. ગ્રીન ટીનું સેવન ફેફસાં, આંતરડા, અન્નનળી, પેટ, નાના આંતરડા, કિડની, સ્વાદુપિંડ અને સ્તનધારી ગ્રંથીઓના કેન્સર જેવા ઘણા રોગોની રોકથામ સાથે જોડાયેલું છે. તે તમારા ચયાપચયને વેગ આપે છે અને આમ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

ગ્રીન ટીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તે એન્ટીઓકિસડન્ટો, ખનિજો અને વિટામિન્સથી પણ સમૃદ્ધ છે અને તેના વજન ઘટાડવા સહિતના ઘણા ફાયદા છે. તેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, મગજની કામગીરી સુધારે છે અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે. તે સોજા અને ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે અને તેથી ત્વચા અને મેટાબોલિક રોગો જેમ કે સ્ટ્રોક અને ઝાડા મટે છે.

ગ્રીન ટી કેવી રીતે બને છે?
નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન લિટરેચર રિવ્યુ મુજબ, ગ્રીન ટીનું ઉત્પાદન કરવા માટે, તાજા પાંદડાને સ્ટીમ કરવામાં આવે છે. જેનાથી કે કરમાઈ જવાનું અટકે છે. આનાથી પરિણામે સુકા અને સ્ટેબલ પાન મળે છે. જેમાં ગુણવત્તા રહે છે. સ્ટેમ પાંદડાઓમાં રંગના રંગદ્રવ્યને તોડવા માટે જવાબદાર ઉત્સેચકોનો નાશ કરે છે. જેના કારણે રોલિંગ અને સૂકવણી પ્રક્રિયા દરમિયાન આ ગ્રીન ટીના પાનનો રંગ જળવાઈ રહે છે.

તમે ભોજનના બે કલાક પહેલા અને ભોજનના બે કલાક બાદ તેનું સેવન કરી શકો છો. ભોજનની વચ્ચે ગ્રીન ટી પીવાથી પોષક તત્વોનું સેવન ઓછું થશે અને તમારા ભોજનમાંથી આયર્ન અને ખનિજોનું શોષણ અટકશે. તેથી, દિવસમાં એક કે બે કપ જ આ ટી પીવાની સલાહ આપવામાં આવે છે.

આ લોકોએ ગ્રીન ટીનું સેવન ટાળવું જોઈએ

ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર
જો તમને ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશરની પ્રોબ્લમ હોય તો કોઈ પણ વ્યવસ્થિત અને એજ્યુકેટેડ પ્રોફેશનલ તમને ગ્રીન ટી પીવાની સલાહ નહીં આવે. ગ્રીન ટી તમારા બ્લડ સુગર લેવલમાં ઈન્ટરફેસ કરી શકે છે અને તેને કારણે ચક્કર આવવા, જીવ ગભરાવવો જેવી તકલીફ થઈ શકે છે.

ઈન્સોમ્નિઆ
જે લોકોની ઈન્સોમ્નિઆ એટલે કે અનિંદ્રાની બીમારીની ટ્રીટમેન્ટ ચાલતી હોય અથવા ઊંઘની સમસ્યા માટે કોઈ પણ પ્રકારની મેડિકેશન લેતા હોય તેમણે ગ્રીન ટી અવોઈડ કરવી જોઈએ. તેના કન્ટેન્ટથી કેમિકલ રિએક્શન ઓલ્ટર થઈ શકે છે અને સ્વાસ્થ્ય માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે.

 61 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી