દહેગામના થડાકૂવા ખાડિયા ખાતે નીરનાં વધામણા

દહેગામના ધારાસભ્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

સુજલામ સુફલામની કેનાલ માંથી દહેગામ તાલુકાના 61 ગામોના ખેડૂતો માટે જીવાદોરી સમાન ખાત્રીબા કાસમાં પાણી છોડવા માટે વર્ષોથી રજૂઆત કરી જે અંતર્ગત ૨૦. ૪૭ કરોડના ખર્ચે પાઇપલાઇન નાંખવામાં આવી હતી જે કામ પૂરું થતાં ખાત્રીબાનાં વહેડામાં પાણી છોડવામાં આવતા છોડાયેલા પાણીથી નાના કુવા સોષવાલથી વિસ્તારનાં લીંબ ઉટરડા, ભૂડાસંન તેમજ તેનપુર ગામના ૫ તળાવ ભરાયાં બાદ આજ રોજ થડાકુવા ખાડિયા ખાતે પાણીના વધામણા કરવામાં આવ્યા હતા તેના કારણે ખેડૂતોને સિંચાઇનો લાભ મળી શકે છે.

આ દરમ્યાન દહેગામનાં ધારાસભ્ય બલરાજ સિહ ચૌહાણ, એપીએમસીનાં ચેરમેન સુમેરુ અમીન ખરીદ વેચાણ સંઘનાં પ્રમુખ ચેતન પટેલ હસમુખભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ ગુણવંત સિહ ચાવડા કેતન પટેલ કિશાન મોરચા જીલ્લા મહામંત્રી બંકિમભાઈ પટેલ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ તેમજ મહામંત્રી ગુલાબસિહ ઝાલા ડુંમેચા તેમજ ખાડિયાનાં સરપંચ આજુબાજુ ગામના સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી