ઈલેક્ટ્રિક વાહન પરનો GST 12%થી ઘટાડીને 5% કરાયો..

જીએસટી કાઉન્સિલે ઈલેક્ટ્રિક વાહનો પર જીએસટીનો દર 12%થી ઘટાડીને 5% કરવાની મંજૂરી આપી દીધી છે. ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર પર જીએસટી 18%થી ઘટાડીને 5% કરી દેવાયો છે. નવા દર 1લી ઓગષ્ટથી લાગુ કરવામાં આવશે. ઈલેક્ટ્રિક બસ ભાડે લેવા પર સ્થાનિક સંસ્થાઓને જીએસટીથી છૂટ મળશે.

નાણામંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં શનિવારે યોજાયેલી જીએસટી કાઉન્સિલની 36મી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. દેશમાં ઈ-વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે સરકારે જીએસટી ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ઈલેક્ટ્રિક વાહનના ઉત્પાદકો પણ જીએસટી ઓછી કરવાની માગ કરી રહ્યા હતા.સરકારે બજેટમાં પણ જાહેરાત કરી હતી કે ઈ-વાહનોની લોન પર 1.5 લાખ રૂપિયા સુધીનું વ્યાજ ચુકવવાથી ટેક્સમાં છૂટનો લાભ આપવામાં આવશે.પ્રદુષણ નિયંત્રણ માટે અને ઈલેક્ટ્રિક વ્હીકલ ઈન્ડસ્ટ્રીમાં અગ્રેસર રહેવા માટે સરકાર 2023 સુધી દેશમાં તમામ થ્રી વ્હીલર અને 2025 સુધી તમામ ટુ-વ્હીલર ઈલેક્ટ્રિક હોય તેવું ઈચ્છી રહી છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી