September 28, 2020
September 28, 2020

સૌરાષ્ટ્રમાં GST વિભાગના દરોડા, 100 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા

સૌરાષ્ટ્રની 15થી વધુ સીંગદાણાની પેઢીનું 100 કરોડનું બોગસ બિલિંગ

જીએસટી લાગુ કરવા પાછળનો એક મોટો ઉદ્દેશ ટેક્સ ચોરો સામે લગામ લગાવવાનું પણ હતું. પરંતુ કૌભાંડીઓ કોઈને કોઈ રીતે અત્યારે પણ કૌભાંડ કરી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં રૂ.100 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા છે. અમદાવાદ જીએસટીની એન્ફોર્સમેન્ટ ટીમે સૌરાષ્ટ્રમાં 15થી વધુ સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં સિંગદાણાના વેપારીઓએ જેટલો માલ વેચ્યો હતો તેના કરતા ઓછો ટેક્સ ભરીને બોગસ બિલિંગ કૌભાંડ આચર્યું હતું.

ગત બુધવારથી જૂનાગઢ, માંગરોળ, કેશોદ, ધોરાજી, ઉપલેટા અને ગોંડલ એમ અલગ અલગ સ્થળોએ અમદાવાદ જીએસટીની ટીમ ત્રાટકી હતી. તપાસ ત્રણ દિવસ સુધી ચાલી હતી. આ તપાસમાં રાજકોટ,અમદાવાદ, જામનગર, મોરબીના અધિકારીઓ જોડાયા હતા. મોટા પ્રમાણમાં ટેક્સચોરી પકડાઈ હોવા છતા ટેકસ ચોરોના નામ જાહેર કરાયાં નથી.

જો કે હાલ રૂ.100 કરોડના બિનહિસાબી વ્યવહારો થયા હોવાનો ખુલાસો થયો છે. તો બીજી તરફ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 82 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર