ગુલિયન બારી સિન્ડ્રોમ જૂનો રોગ છે પણ કોરોનામાં સાજા થયેલા દર્દીઓમાં વકરી રહ્યો છે

સિવિલ હોસ્પિટલમાં કોરોના સ્ટ્રેનનો એક પણ કેસ નથીઃ સુપરિન્ટેન્ડેન્ટ

ગુલિયન બારી સિન્ડ્રોમના 10 અને મ્યુકરમાયકોસિસના સિવિલમાં 51 કેસ

ગુલિયન બારી સિન્ડ્રોમ મૂળ કોઇપણ વાયરસ અથવા બેક્ટેરિયાના ઇન્ફેકશનથી ફેલાય છે

લંડનમાં કોરોના સ્ટ્રેને આતંક મચાવ્યો છે. ત્યારે આ રોગ મુદ્દે લોકોમાં ગભરાહટ ફેલાઇ રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જે.પી.મોદીએ કોરોના સ્ટ્રેનનો એક પણ કેસ ન હોવાનું જણાવ્યું છે. જો કે, ગુલિયન બારી સિન્ડ્રેમના 10 કેસ, જ્યારે મ્યુકરમાયકોસિસના 51 કેસ હોવાનું સુપરિન્ટેન્ડેન્ટે સ્વીકાર્યું હતું.

ગુલિયન બારી સિન્ડ્રોમ નામની બિમારીના દર્દીઓ આવતા લોકોમાં ચિંતા વધી છે. જો કે, સિવિલ આ બિમારી વર્ષોથી જોવા મળે છે. આ કોઇ નવી બિમારી નથી. મૂળ કોઇપણ વાયરસ અથવા બેક્ટેરિયાના ઇન્ફેકશનથી આ બિમારીનો ફેલાવો થતો જોવા મળે છે. આવા કોઇપણ પ્રકારના ઇન્ફેકશનના 10-15 દિવસમાં આ બિમારીનો ફેલાવો શરીરમાં થતો જોવા મળે છે. આ બિમારીમાં ચેતાતંત્રને અથવા નસોને નુકસાન થતુ હોય છે જેના કારણે સમયસર સારવાર ન મળે તો લકવાગ્રસ્ત થવાની સંભાવનાઓ રહેલી હોય છે. આ બિમારીમાં હાથ-પગ કમજોર પડી જાય છે. અશક્તિ વર્તાય છે. ખાલી ચડવી, હલન-ચલનમાં તકલીફ અનુભવવી જેવા લક્ષણો સામાન્યત: જોવા મળતા હોય છે. ઘણાંય દર્દીઓને પાણી પીવામાં અને ખોરાક ગળવામાં પણ તકલીફ પડે છે.

બાળકોમાં ખાસ કરીને આ રોગ થતો જોવા મળે છે. જે એક પ્રકારનો વાયરલ ઇન્ફેકશન છે. શરીરની ચેતાતંતુંઓને અસર કરે છે. જેના કારણે દર્દીનું શરીર લકવાગ્રસ્ત થવાની સંભાવનાઓ પ્રબળ રહેલી છે. જો આ રોગની ગંભીરતા વધે અને તે મગજ સુધી પહોંચે તો મૃત્યુ નિપજવાની પણ શક્યતાઓ રહેલી હોય છે.

કોરોના વાયરસ થી દર્દી જ્યારે સંક્રમિત થાય છે ત્યારે સૌ પ્રથમ તેની રોગપ્રતિકારક શક્તિમાં અસર થતી જોવા મળે છે. દર્દી જ્યારે વાયરસની અસરથી ગંભીર અવસ્થામાં પહોંચે ત્યારે તેનાથી સાજા કરવા સ્ટીરોઇડ આપવામાં આવે છે. જેના કારણે ઘણી વખત કોરોનાના સંક્રમણ પર કાબૂ મેળવી શકાય છે પરંતુ અમુક અંશે દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થતો જોવા મળે છે.
સિવિલ હોસ્પિટલમાં આ ગુલિયન બારી સિનડ્રોમ પર કાબૂ મેળવવા માટે ખાસ પ્રકારના ઇનજેક્શનની સારવાર આપવામાં આવે છે.

જે અત્યંત ખર્ચાળ માનવામાં આવે છે પરંતુ સરકારી હોસ્પિટલમાં નિ:શુલ્ક કરવામાં આવે છે. અન્ય સારવાર પધ્ધતિમાં પ્લાઝમાં ફેરેસીસ થેરાપી દ્વારા શરીરમાં ભ્રમણ થતા લોહી કે જેમાં આ પ્રકારના બેકટેરિયાનું સંક્રમણ હોય તેને ટોક્સિલ કરીને લગભગ 6 થી 7 સાયકલમાં તેને પ્યુરોઇફાઇ કરીને સાજા કરવાના પ્રયત્ન કરવામાં આવે છે.

આ તમામ સારવાર પધ્ધતિ દરમિયાન જો હાલત અતિગંભીર બને ત્યારે દર્દીને વેન્ટીલેટર પર રાખવાની પણ ફરજ પડે છે. આ પ્રકારની સમગ્ર સારવાર ખાનગી હોસ્પિટલમાં અંદાજે 10 થી 15 લાખના ખર્ચે થતી હોય છે જે ગુજરાત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

 25 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર