ગુજરાત: IAS દહિયાએ દિલ્હીની યુવતી વિરૂધ્ધ બ્લેક મેઈલિંગની ફરિયાદ કરી

ગાંધીનગરમાં આયોજન જીએડી વિભાગના સંયુક્ત સચિવ અને આઈ.એ.એસ. ઓફિસર ગૌરવ દહીંયા દિલ્હીની મહિલા બ્લેકમેલ કરતી હોવાની પોલીસ અરજી આપી છે. દહીંયાએ સેક્ટર 6 પોલીસ સ્ટેશનમાં દિલ્હીની મહિલા લિનુ સિંહ બ્લેકમેલ કરતી હોવાની અરજી આપી છે.

રજીમાં યુવતી ખોટી રીતે ફસાવતી હોવાનો અને બ્લેકમેઇલિંગ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ યુવતી ફેસબુક અને ટ્વીટરમાં જે ફોટા ટ્વીટ કર્યા છે તેને મોર્ફ કરેલા હોવાનું જણાવ્યું છે. એક વર્ષથી આ યુવતી હેરાનગતિ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે રાજ્યનાં સનદી અધિકારી સોશ્યલ મીડિયા મારફતે દિલ્હીની એક મહિલાનાં સંપર્કમાં આવ્યા હતાં. ત્યારબાદ વારંવાર થતા ચેટીંગને કારણે ગૌરવ દહિયા અને મહિલા વચ્ચે ગાઢ સંબંધ બની ગયા. જો કે તે પછી આ મહિલાએ સનદી અધિકારી દહિયાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ હતું.

ગાંધીનગર DySP એમ.કે રાણાએ જણાવ્યું હતું કે, અરજી આવી છે જેમાં યુવતી ઓફિસમાં ફોન કરી ખોટી રીતે હેરાનગતિ કરે છે. પત્ની સાથે સંબંધો ખરાબ કરાવી છૂટાછેડા કરાવ્યા છે. બ્લેકમેઇલિંગ કરી મકાન પણ લઈ લીધું હોવાનું કહ્યું છે. અરજી અંગે હાલ તપાસ ચાલી રહી છે.

દિલ્હીની મહિલાએ કરી હતી શોષણની ફરિયાદ. પ્રાપ્ત અહેવાલો મુજબ લિનુ સિંઘે જણાવ્યું છે કે તેના અને ગૌરવ દહીંયાના લગ્ન થઈ ગયા છે. લિનુ સિંઘે કેટલીક તસવીરો દ્વારા એવું સાબીત કરવાનો પ્રયાસ કર્યો છે કે તેમના ગૌરવ દહીંયા સાથે લગ્ન થઈ ગયા હતા અને તેમને એક પુત્રી પણ જન્મેલી છે. જ્યારે આ મામલે દહીંયાનું કહેવું છે કે એ મહિલાનું ચરિત્ર શંકાના દાયરામાં છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી