GUJARAT: 19નાં મોત-6 હજારનું સ્થળાંતર, આર્મી-એરફોર્સ, NRDF-SDRF ખડેપગે

દક્ષિણ અને મધ્ય ગુજરાતને ધમરોળ્યા બાદ હવે સૌરાષ્ટ્ર-કચ્છમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને આજે(10 જૂલાઈ) સવારથી સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, રાજ્યમાં બે દિવસમાં વરસાદને કારણે 11 લોકોનાં મોત થયા છે, જ્યારે છ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે મોરબીમાં ત્રણ વાગ્યાની આસપાસ દિવાલ પડતા 8 લોકોના મોત થયા છે. આમ રાજ્યમાં વરસાદને કારણે 19ના મોત થયા છે.

સ્ટેટ ઈમર્જન્સીના ઓપરેશન સેન્ટર મુજબ, સવારના છ વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાના ટંકારામાં 258 મિ.મિ. એટલે કે 10 ઈંચ જ્યારે મોરબી તાલુકામાં 257 મિ.મિ. 10 ઈંચ વરસાદ પડ્યો છે. તેમાં પણ ટંકારામાં સવારના 10થી 12 વાગ્યા વચ્ચે બે કલાકમાં જ 130 મિ.મિ. એટલે કે પાંચ ઈચ વરસાદ પડ્યો છે અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 209 મિ.મિ. એટલે કે 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

આ સિવાય જામનગરના કાલાવડમાં 189 મિ.મિ., પાટણ જિલ્લાના રાધનપુરમાં 165 મિ.મિ., રાજકોટના લોધિકામાં 175 મિ.મિ., મોરબીના માળિયા મિયાણામાં 171 મિ.મિ., પડધરીમાં 164 મિ.મિ., રાજકોટ શહેરમાં 142 મિ.મિ., જામનગરના જોડીયામાં 132 મિ.મિ., જૂનાગઢના ભેસાણમાં 103 મિ.મિ., બનાસકાંઠાના સુઈગામમાં 124 મિ.મિ., કચ્છના રાપરમાં 112 મિ.મિ., જામનગર જિલ્લા અને તાલુકામાં 105 મિ.મિ. વરસાદ પડ્યો છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી