ગુજરાતમાં ધારાસભ્યો પણ લોકસભાના દ્વારે પહોંચવા થનગની રહ્યા છે…

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ભાજપ દ્વારા તમામ 26 ઉમેદવારો જાહેર થયા છે. કોંગ્રેસે બે બેઠકો સહયોગી પક્ષ માટે ફાળવીને 24 ઉમેદવારો જાહેર કર્યા છે.

કોંગ્રેસના જે 24 ઉમેદવારો નક્કી કરાયા છે એમાં 7 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ અમરેલી બેઠક જીતીને લોક સભાના દ્વારે પહોંચવા થનગની રહ્યા છે. અન્ય ધારાસભ્યોમાં જીતુભાઈ ચૌધરી, પુંજાભાઈ વંશ, લલિત વસોયા, લલિત કગધરા, રાજેન્દ્ર સિંહ ઠાકોર અને સોમાભાઈ પટેલનો સમાવેશ થાય છે.

ભાજપ માંથી જો કે કોઈ સીટીંગ ધારાસભ્યોને લોકસભા માટે ઉભા રાખવામાં આવ્યા નથી. આ વખતે ભાજપ માંથી ખૂદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરની બેઠક પરથી ઉભા રહ્યા છે.

 45 ,  3