ડાંગમાં સૌથી વધુ 66.24% જ્યારે સૌથી ઓછુ ધારીમાં 33.07% મતદાન થયુ

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા-ચૂંટણી માટે મતદાન

વિધાનસભાની આઠ બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ આજે 3 નવેમ્બરે વિધાનસભાની 8 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યુ છે. કોરોના ગાઈડલાઈન્સ સાથે યોજાઈ રહેલ આ ચૂંટણીમાં ચૂંટણીપંચે ખાસ વ્યવસ્થા ગોઠવી છે.

વિધાનસભાની આઠ બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ આજે 3 નવેમ્બરે વિધાનસભાની 8 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યુ છે. કોરોના ગાઈડલાઈન્સ સાથે યોજાઈ રહેલ આ ચૂંટણીમાં ચૂંટણીપંચે ખાસ વ્યવસ્થા ગોઠવી છે.

ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રણ વાગ્યા સુધીમાં સૌથી વધુ ડાંગમાં અને સોથી ઓછુ ધારીમાં નોંધાયુ છે. ડાંગમાં 66.24, કરજણમાં 40.64, અબડાસામાં 38.41, કપરાડામાં 37.15, લીંબડીમાં 43.95, મોરબીમાં 40.82, ગઢડામાં 37.72 ટકા મતદાન નોંધાયુ છે. આ સાથે સૌથી ઓછું ધારીમાં 23.78 ટકા મતદાન નોંધાયુ છે.

  •  11 વાગ્યા સુધીમાં 23.29 ટકા મતદાન થયું
  • કરજણ પોલીસે 2 યુવકોની કરી અટકાયત. ગઈકાલે 2 યુવાનો 57 હજારની રોકડ સાથે કરી હતી અટકાયત
  • ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોએ કર્યું મતદાન ગઢડા ગોપીનાથજી મંદિર ના ચેરમેન સ્વામીએ સંતો સાથે કર્યું મતદાનગઢડા વિધાનસભા મત વિસ્તારના મતદારોને મતદાન જરૂર થી કરવા અપીલ કરી ગઢડાનો વિકાસ થાય તેવા પ્રતિનિધિને મત આપવા જણાવ્યું ગઢડા ગઢપુરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ થાય તેવીને આશા સરકાર પાસે વ્યક્ત કરી.
  • ડાંગ જિલ્લામાં 10:30 વાગ્યા સુધી 15.48 ટકા મતદાન

9 વાગ્યા સુધી કેટલું મતદાન 

સવારે 9 વાગ્યા સુધીમાંતમામ બેઠકો પર બહુ જ ઓછું મતદાન નોંધાયું છે. 8 બેઠકો પર 9 વાગ્યા સુધી સરેરાશ 9.5 ટકા મતદાન નોંધાયું છે. જેમાં મોરબીમાં 8 ટકા, ગઢડામાં 7.5 ટકા, લીંબડીમાં 8 ટકા, ધારીમાં 8.5 ટકા, કરજણમાં 8 ટકા, કપરાડામાં 9 ટકા, ડાંગમાં 9 ટકા અને અબડાસામાં 8 ટકા મતદાન નોંધાયું છે. 

સવારે 7 વાગ્યાથી વિધાનસભાની મોરબી, અબડાસા, લીંબડી, કરજણ, ધારી, ગઢડા, ડાંગ અને કપરાડા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. આ વખતે કોરોના મહામારીને કારણે એક મતદાન મથક પર 1500ને બદલે 1000 મતદારો મતદાન કરી શકશે. જેના કારણે મતદાન મથકોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતદાન મથક પર પોતાનો મત આપી શકશે.

કોરોના વાયરસના કારણે ચૂંટણી પ્રક્રિયામાં કેટલાક નિયમોનુ ફરજીયાત પાલન કરવાનુ રહેશે જેમાં મતદારોએ દો ગજ કી દુરી એટલે કે લાઈનમાં બે મતદારો વચ્ચે એક મિટરનુ અંતર રાખવું પડશે સાથે જ મતદાન મથક પર માસ્ક ફરજીયાત પહેરવું પડશે.

ગઈકાલે રાજ્યના ચીફ ઈલેક્શન કમિશનર ડો.એસ.મુરલીકૃષ્ણને પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી તૈયારીઓની માહિતી આપી હતી. વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણી માટે 18.75 લાખ મતદારો નોંધાયા છે. અને સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચૂંટણી મતદારો ચૂંટણી યોજાશે.

  • કરજણના વેમારડી ગામે ઈવીએમ ખોટકાયું હતું. મતદારો લગભગ 30 મિનિટ સુધી કેન્દ્રની બહાર ઉભા રહ્યા હતા. છતા મતદાન શરૂ થયું ન હતું. ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ લીલોડ ગામે મતદાન કરશે. આક્ષય પટેલે પરિવાર સાથે પૂજા અર્ચના કરી, વડીલોના આશીર્વાદ પણ મેળવ્યા. ગામના હનુમાન મંદિરે પરિવાર સાથે દર્શન કરીન પોતે જંગી મતોના લીડથી જીત મેળવશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો.
  • અબડાસામાં ભાજપ ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પણ મોટી વિરાણી ગામમાં મતદાન મથકમાં મતદાન કર્યું. મતદાન પહેલા તેઓએ કહ્યું કે, લોકોના સમર્થન બાદ મેં કોંગ્રેસ છોડ્યું હતું.  મતદારો વાસ્તવિકતા જાણે છે. મને વિશ્વાસ છે, સહકાર મળશે. તો નખત્રાણા પ્રાથમિક શાળામાં 307 નંબર બૂથમાં સવારે EVM ખોટવાયું હતું. જેથી કેન્દ્ર બહાર લોકોની લાંબી લાઈન  લાગેલી જોવા મળી. 
  • ધારી વિધાનસભાની પેટાચૂંટણીમાં કટોકટીની પરિસ્થિતિ છે, ત્યારે બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોએ ચૂંટણી જીતવા સુરતથી મતદારોને  મેદાનમાં ઉતાર્યા છે. મતદાન માટે સુરતથી ખાનગી બસો દ્વારા મતદારોની ફોજ ઉતારાઈ છે. ધીરી સીટ જીતવાની ભાજપ કોંગ્રેસ દ્વારા શક્યત તમામ પગલા લેવાયા છે. 
  • ડાંગ પેટાચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત મતદાન કરવા માટે ઘરમાંથી નીકળ્યા હતા. સૂર્યકાંત ગાવિતે મતદાન કરતા પહેલા મીડિયા સાથે વાત કરીને પોતે 10 હજાર કરતા વધુ મતોથી જીતે તેવી આશા વ્યક્ત કરી હતી. 

મુખ્ય 16 ઉમેદવારો
8 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચેની જંગ મોટી છે.  

બેઠક              ભાજપ                          કોંગ્રેસ
અબડાસા       પ્રદ્યુમનસિંહ જાડેજા        શાંતિલાલ સેંઘાણી 
ધારી             જેવી કાકડિયા               સુરેશ કોટડિયા 
કપરાડા         જીતુ ચૌધરી                  બાબુભાઈ વરઠા
ગઢડા           આત્મરામ પરમાર         મોહન સોલંકી 
લિબડી          કિરીટસિંહ રાણા            ચેતન ખાચર 
મોરબી          બ્રિજેશ મેરજા               જયંતી પટેલ 
ડાંગ              વિજય પટેલ                સૂર્યકાંત ગાવિત 
કરજણ          અક્ષય પટેલ                કિરીટસિંહ જાડેજા 

 70 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર