વડોદરા : ગુજરાત ATS અને SOGની ટીમે લાખોના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

મધ્યપ્રદેશના ઇન્દોરથી લાવવામાં આવી રહ્યું હતું ડ્ર્ગ્સ

વડોદરા શહેરમાં ગુજરાત ATSની ટીમે લાખોના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ઇન્દોરથી વડોદરા ડ્રગ્સ લઈને આવ્યા હતા. જેથી ATSની ટીમ તેમજ SOGની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપીઓને લાખોના નશીલા પદાર્થ સાથે ઝડપી પાડ્યા હતા. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 16 લાખથી વધુની છે. ATSએ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત ATS તેમજ વડોદરા SOGની સંયુક્ત ટીમે સફળ ઓપરેશન પાર પાડી સયાજીગંજ ખાતેથી ઇન્દોરના અમાન મોહમદહનિફ શેખ અને મોહમદરીઝવાન મોહમદરસીદ ખાન નામના શખ્સને એમડી ડ્રગ્સ સાથે દબોચી લીધા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ લાવ્યા હોવાની કબુલાત કરી હતી. ઇન્દોરના ડ્રગ્સ સપ્લાય આમીર ખાન લાલા પાસે આ ડ્રગ્સ ખરીધું હતું

ATS તેમજ SOGની સંયુક્ત ટીમે આરોપીઓ પાસેથી કુલ 163 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કર્યું છે. જેની કિંમત 16,30,000 લાખ છે. હાલ આ મામલે ATSએ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

 60 ,  1