અપહરણનો માસ્ટર માઇન્ડ મનોજ વ્યાસ હજુ ફરાર
ગાંધીધામના ચકચારી અપહરણ ગુનામાં ફરાર આરોપીઓને આખરે ગુજરાત ATSએ ધરપકડ કરી છે. આરોપીઓ વેપારીનું અપહરણ કરી 3 કરોડ ની ખંડણી માંગી હતી પરંતુ રાજસ્થાનમાં 35 લાખ લઈ છોડી દીધા હતા. આ મામલે ATSએ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે હજુ એક આરોપી ફરાર છે.
ગાંઘીધામના ટીમ્બરના વેપારી મુકેશ ઓમપ્રકાશ અગ્રવાલનું અપહરણ થયું હતું. ગત 19-1-21ના રોજ વેપારી મુકેશ અગ્રવાલનું દેશી તમંચા બતાવીને અપહરણ કરી રાજસ્થાન ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ફરિયાદી પાસેથી 60 હજારનો મોબાઈલ અને 35 લાખ પડાવી લીધા હતા. ફરિયાદી દ્વારા આ મામલે DGPને રજુઆત કરવામાં આવતા તપાસ ATSને સોપવામાં આવી હતી. આ મામલે ATSએ રાજસ્થાનના અલગ અલગ જગ્યાએથી આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
ATSએ સુરેશ સોની, રાકેશ સોની, સંદીપ અને ત્રિલોક ચૌહાણની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી મનોજ વ્યાસ હાલ પણ ફરાર છે.
તપાસમાં સામે આવ્યું છે કે, મનોજ વ્યાસ 10 વર્ષ પહેલાં ફરિયાદીના ભાઈના ત્યાં વિયેતનામમાં નોકરી કરતો હતો અને હાલ પણ મનોજના કેટલાક સગા ફરિયાદીની કંપનીમાં નોકરી કરે છે. મનોજ પણ ફરિયાદીને સારી રીતે ઓળખતો હતો અને તેને ખબર હતી કે, ફરિયાદી પાસેથી સારી એવી રકમ વસૂલી શકાય તે માટે તેને અપહરણ કર્યા હોવાનું હાલ સામે આવી રહયું છે.
આરોપીઓ જે કારમાં અપહરણ કરેલ તે કાર રાજસ્થાનમાં બિનવારસી મળી આવેલ છે. હાલ આ મામલે તમામ આરોપીઓ ને ગાંધીધામ પોલીસને સોંપવા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મુખ્ય આરોપી ને શોધવા પણ તપાસ ચાલી રહી છે, અને તેની તપાસમાં અન્ય ખુલાસાઓ સામે આવી શકે છે.
49 , 1