ગુજરાત ATSએ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ, બે આરોપીઓની ધરપકડ

VoIP એક્સચેન્જ સોફ્ટવેરનો ઉપયોગ કરીને આચરતા ગેરકાયદેસર પ્રવૃતિ

ગુજરાત ATSએ અમદાવાદ અને મુંબઈમાં ચાલતા ગેરકાયદેસર VoIP એક્સચેન્જનો પર્દાફાશ કર્યો છે. VoIP એક્સચેન્જ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃતિ કરતા મુંબઇ અને અમદાવાદથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ પ્રવૃત્તિમાં સંકડાયેલા અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે.

ATSને માહિતી મળી હતી કે જુહાપુરામાં પોસ્ટ પેઇડ VoIP એક્સચેન્જ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ગેરકાયદે કોલસેન્ટર ચલાવતા હતા. આ અંગેની માહિતી મળતા જુહાપુર વિસ્તારમાં સાકિબ એપાર્ટમેન્ટમાં દરોડા પાડી શાહી લિયાકત અલી સૈયદ નામના આરોપીને દબોચી લીધો હતો. પૂછપરછ દરમિયાન આ ગેરકાયદે પ્રવૃત્તિની લિંક મુંબઇ સુધી સંકળાયેલ હોવાનો ખુલાસો થતાં ATSની ટીમે મુંબઇમાં તપાસ હાથ ધરી વધુ એક આરોપી સજ્જા અહનદ સૈયદની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી ATSએ લેપટોપ, સિમબોક્સ, વાઈફાઈ રાઉટર, બે મોબાઈલ, સિમકાર્ડ અને નેટવર્ક સ્વીચ પણ જપ્ત કરવામાં આવ્યા છે. બંને પાસેથી 254 નગ્ન સીમકાર્ડ પણ મળી આવી છે. બંનેની પૂછપરછમાં અન્ય ત્રણ આરોપી નજીબ, અમિત, શોહેલના પણ નામ સામે આવ્યા છે.

હાલ આ મામલે ATSએ બે આરોપીઓને દબોચી લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે આ પ્રવૃત્તિમાં સામેલ અન્ય ત્રણ ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તજવીજ હાથ ધરી છે.

 78 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી