અમદાવાદ: બાળકોને ભીખ મંગાવવાના રેકેટનો પર્દાફાશ, આંખમાં મરચું પણ નાંખતા

અમદાવાદ શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવવાના રેકેટનો ચોંકાવનારો ખુલાસો થયો છે. શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવતી અને ચોરી કરાવતી મહિલા સહિત 2 લોકોની મહિલા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આનંદી સલાટ નામની મહિલા બાળકો પાસે ભીખ અને ચોરી કરાવતી હોવાની માહિતી બહાર આવી છે.પોલીસના હાથે પકડાયેલી આ મહિલા કહે છે કે આ બાળકો તેના સગા સંબંધીઓના છે.

પોલીસે વટવા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી 17 બાળકોને રેસ્કયુ કરાવ્યા હતા. બાળકોને અલગ અલગ સંસ્થાઓમાં મોકલી આપવામાં આવ્યા છે જ્યારે મહિલા આરોપી અને તેના સાગરીતની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ચાર-પાંચ લોકોની ગેંગ આ રેકેટ ચલાવતી હોવાનું પોલીસ માની રહી છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.

દરેક બાળકોના શરીર ઉપરથી કંઈકને મારના અથવા દાઝેલાના નિશાન પણ મળી આવ્યા છે. આ બાળકો પોલીસ સામે કંઈ બોલી ન શકે તે માટે આરોપીઓ તમામ બાળકોને પોલીસ માર મારશે તેમ કહી ડરાવતા હતા.

આરોપી મહિલાની ચુંગાલમાંથી છોડવાયેલી એક બાળકીએ જણાવ્યું હતું કે તેની પાસે કામ અને ભીખ મંગાવતા હતા. જો તે કામ ન કરે તો તેને મારતા હતા અને આંખમાં મરચું પણ નાખતા હતા.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી