September 24, 2020
September 24, 2020

સુશાંતના મોતની તપાસ ગુજરાત કેડરના IPS મનોજ શશીધર અને ગગનદીપ ગંભીરને સોંપાઈ

ગુજરાત કેડરના બે IPSની આગેવાનીમાં ‘સુશાંત’ કેસની તપાસ થશે

સુશાંત સિંહ રાજપૂતનો કોયડો ઉલેકવાનું કામ હવે CBI પાસે છે. હવે તપાસ આગળ વધવાની સાથે જ ન્યાય મળવાની આશા વધી ગઇ છે. બિહાર પોલીસની વિનંતી પર CBIએ ગુરુવારે 6 આરોપીઓ વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે અને આ કેસની તપાસ પોતાને હસ્તક લઇ લીધી છે.

CBI એ રિયા, તેમના પિતા ઇંદ્રજીત ચક્રવર્તી, માં સંધ્યા ચક્રવર્તી, ભાઇ શોવિક ચક્રવર્તી, સુશાંતના ઘરના મેનેજર સૈમુઅલ મિરાંડ, શ્રૃતિ મોદી અને અન્ય નામ દાખલ કરવામાં આવ્યા છે. રિયા ચક્રવર્તી અને અન્ય વિરૂદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવા, ષડયંત્ર રચવા, ચોરી, છેતરપિંડી અને ધમકી આપવા સહિત ભારતી દંડ સંહિતાના વિભિન્ન કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સીબીઆઇના પ્રવક્તાએ કહ્યું કે એજન્સીએ બિહાર સરકારના અનુરોધ અને કેન્દ્ર સરકારની અધિસૂચના બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે એજન્સી પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનના કેસને પોતાના હાથમાં લેતા તપાસ દાયરો વધાર્યો છે. 

તમને જણાવી દઇએ આ તપાસમાં ગુજરાત કેડરના IPSના બે અધિકારીઓ પણ તપાસમાં સહયોગ આપશે. CBIની SIT ટીમ મનોજ શશિઘરની આગેવાનીમાં તપાસ કરશે અને ડીઆઈજી ગગનદીપ ગંભીર તપાસની દેખરેખ રાખશે.

ગગનદીપ ગંભીરને ખુબ જ હોંશિયાર અધિકારી માનવામાં આવે છે અને તે આવા ઘણા હાઈપ્રોફાઈલ કેસની તપાસ કરી ચૂક્યા છે.

2004ના ગુજરાત કેડરની આઈપીએસ અધિકારી ગંભીરે યૂપીમાં ગેરકાયદેસર ખનન કૌભાંડ અને બિહારના સુજન કૌભાંડ સુધીના મોટા ગજાના કેસોની તપાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. બિહારના મુજફ્ફરપુરની રહેવાસી ગંભીરની પ્રાથમિક અભ્યાસ તેજ શહેરમાં થયો હતો. ગગનદીપના પિતા યોગેન્દ્ર સિંહ ગંભીરે જણાવ્યું કે, 10મા સુધીના અભ્યાસ પછી તે પંજાબ ચાલી ગઈ હતી. ગગનદીપે હાયર એજ્યુકેશન પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી પુરો કર્યો છે.

તો બીજી IPS મનોજ શશીધર પણ આ કેસની તપાસ કરશે. મનોજ શશીધર PM મોદી-અમિત શાહના નજીકના વિશ્વાસુ મનાય છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના SP રહી ચૂક્યા છે. જોઇન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ તરીકે કામ કરી ચૂક્યા છે. ગોધરા રેન્જના એડિ. DG તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વડોદરા પોલીસ કમિશનર તરીકે સેવા બજાવી ચૂક્યા છે.

નોંધનીય છે કે મનોજ શશીધર CBIના જોઈન્ટ ડાયરેક્ટરના પદ પર છે. આ ઉપરાંત  ગગનદિપ ગંભીર CBIમાં DIGના પદે ફરજ બજાવે છે. હવે બન્ને અધિકારીઓને વધુ એક હાઈપ્રોફાઈલ કેસની તપાસની જવાબદારી મળી છે.

રાજપૂતની સાથે શું બન્યું? તેના મોતનું કારણ શું છે? આ તમામ સવાલોના જવાબ માટે કેસમાં ઉંડાણપૂર્વક ઉતરવું પડશે અને જાણવું પડશે કે ખરેખર સુશાંત સાથે શું બન્યું હતું. તો બીજી તરફ સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસના વિવાદે હવે રાજકારણનું સ્વરૂપ પણ ધારણ કર્યુ છે. આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર શંકાની સોય છે ત્યારે હાલમાં રિયા ચક્રવર્તી પોલીસની પકડથી દૂર છે. આ ઉપરાંત સુશાંતની મોતની તપાસને લઈને બિહાર પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ વચ્ચે પણ ઘર્ષણ હાલ દેશમાં ચર્ચાનું કેંદ્ર બન્યું છે.

 200 ,  1