September 19, 2020
September 19, 2020

ગુજરાત કૅડરના IPS રાકેશ અસ્થાનાની BSFના DG તરીકે કરાઈ નિમણૂંક

રાકેશ અસ્થાનાને મળી મોટી જવાબદારી, BSFના નવા ડીજી બન્યા

ગુજરાતમાં 1984 બેચના IPS રાકેશ અસ્થાનાને કેન્દ્ર સરકારે અતિ મહત્વૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત કેડરના રાકેશ અસ્થાનાને બીએસફના ડીજી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટ કમિટીએ સરકારની નિમણૂંકને મંજૂરી આપી હતી.

રાકેશ અસ્થાના હવે બોર્ડર સિક્યોરિટી ફોર્સના નવા ડીજી તરીકે પદભાર સંભાળશે. આ અગાઉ રાકેશ અસ્થાના સીબીઆઈમાં મહત્ત્વપૂર્ણ પદ પર કામ કર્યું હતું.

આઈપીએસ રાકેશ અસ્થાના હાલમાં સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના ડીજી બ્યૂરો તરીકે કામ કરી રહ્યા હતા. બીએસએફના ડીજી તરીકે પદભાર સંભાળ્યા બાદ રાકેશ અસ્થાના વર્ષ 2021 સુધી પદ પર રહેશે. જોકે બીએસએફની સાથે સાથે તેઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ડીજી તરીકેનો અધિક ચાર્જ પણ સંભાળશે.

ગુજરાતમાં અમદાવાદના બ્લાસ્ટનો કેસ તેમની કારકિર્દીમાં મહત્વપૂર્ણ છે જેમાં તેમણે તે કેસને માત્ર 22 દિવસમાંજ  ઉકેલી નાખ્યો હતો. આ સિવાય ગુજરાતમાં આસારામ અને નારાયણ સાઈના કેસ વખતે પણ તેમણે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. 

આ સિવાય જયારે બિહારના ફોદર સ્કેમની તેમને તપાસ સોંપાઈ તે દરમિયાન તેમણે લાલુ પ્રસાદ યાદવ સામે 1996માં ચાર્જશીટ દાખલ કરેલી, જેના બાદ 1997માંપ્રથમ વાર લાલુ પ્રસાદ યાદવ જેલમાં ગયા હતા. 

આ ઉપરાંત આંધ્રપ્રદેશના 1986 બેચના આઇપીએસ વીએસકે કૌમુદ્દીને ગૃહમંત્રાલયએ આંતરિક સુરક્ષના સ્પેશિયલ સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તે અત્યારે બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના ડાયરેક્ટર જનરલ તરીકે કામ કરી રહ્યા હતા. 

 32 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર