સીએમ રૂપાણીએ કર્યા super-30 ફિલ્મના વખાણ, tweet કરી પાઠવી શુભેચ્છા

બોલીવુડ અભિનેતા હ્રીતિક રોશનની ફિલ્મ ‘સુપર-30’ આજે રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચાનું કેન્દ્ર બની હતી. અત્યાર સુધી આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

આ ફિલ્મ બિહારના ગણિતજ્ઞ આનંદકુમારની બાયોપિક છે જેમણે પટનાના ગરીબ અને જરૂરિયાતમંદ એવા 30 બાળકોને આઈઆઈટીની અઘરી પ્રવેશ પરીક્ષા માટે તૈયાર કર્યા હતા. આ તમામ 30 બાળકોને ભણાવવા પાછળની સંઘર્ષગાથા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ટ્વીટ કરી આનંદકુમાર અને હ્રીતિક રોશનને શુભેચ્છાઓ પાઠવી છે.

“સુપર-30 એક એવી ફિલ્મ છે જે જીવનના સંઘર્ષની વાસ્તવિકતા સાથે રજૂઆત કરે છે. આનંદકુમાર જેવા એક સામાન્ય શિક્ષક પ્રેરણાત્મક રીતે જરૂરિયાતમંદો માટે આશાનું કિરણ બની રહ્યા છે. હ્રીતિકે આનંદકુમારના પાત્રના સારને પકડવા માટે સરાહનીય કામ કર્યું છે. શુભેચ્છાઓ.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી