September 26, 2022
September 26, 2022

રાજ્યસભા ચૂંટણી: ડરેલી કોંગ્રેસ પોતાના MLAને બસમાં ફરવા લઇ ગઇ, 9 ધારાસભ્યો ગેરહાજર

આગામી 5 જુલાઈના ગુજરાતની રાજયસભાની બે સીટોની ચૂંટણી છે જેને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ ન કરે તે માટે કોંગ્રેસ પક્ષે તમામ ધારાસભ્યોને એકજુટ કરીને કોઈ અજાણ સ્થળે લઈ જવાની કવાયત હાથ ધરી છે.

મતદાન પૂર્વે ધારાસભ્યો તૂટવાના ડરે કોંગ્રેસ તમામ ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જઈ રહી હોવાની વાત સામે આવી હતી. જો કે બપોર બાદ ડરેલી કોંગ્રેસે અચાનક નિર્ણય બદલીને ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવાને બદલે પાલનપુર લઈ ગઈ છે.

ધારાસભ્યોના આ કાફલામાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા નથી જોડાયા. તો વિક્રમ માડમ અને રાજેન્દ્ર ઠાકોર નહીં જોડાય. આ સિવાય સુરેશ પટેલ, હિંમતસિંહ પટેલ, ગ્યાસુદ્દીન શેખ, શૈલેષ પરમાર, વિક્રમ માડમ, ભીખા જોશી અને રાજેન્દ્રસિંહ પરમાર પણ બસમાં ગેરહાજર હતા. આમ અલ્પેશ-ધવલસિંહ સહિત કુલ 9 ધારાસભ્યો પાલનપુર ગયા નથી.

વિધાનસભામાં ધારાસભ્યોનું ધ્યાન રાખી રહેલા નેતા વિપક્ષ પરેશ ધાનાણીને ધારાસભ્યોની ગણતરી અને તેમના પર ચાંપતી નજર રાખવા માટે કન્ડક્ટરની સીટમાં બેસાડવામાં આવ્યા હતા. કોંગ્રેસના હાલ 71માંથી 2 ધારાસભ્યોને બાદ કરીએ તો કુલ 69 ધારાસભ્યો જ પાલનપુર ગયા છે.હાલ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 100, કોંગ્રેસનું 71(ઘટી શકે),એનસીપી-1, બીટીપી-2 અને અપક્ષ-1 છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી