આ દિગ્ગજ નેતાએ રાજ્યસભાની ચૂંટણી પહેલા જ સ્વીકારી કોંગ્રેસની હાર

ગુજરાતમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્યસભામાં ખાલી પડેલી બે બેઠકની ચૂંટણી 5 જુલાઈના રોજ યોજવા ચૂંટણીપંચે જાહેરાત કરી છે. તે બાદ રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ પોતાની હાર સ્વીકારી છે.

કોંગ્રેસે ચૂંટણી પહેલા જ જાણે હથિયાર હેઠા મૂકી દીધા હોય તેમ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ આજે ટ્વિટ કરીને ખળભળાટ મચાવી દીધો હતો. તેમની ટ્વિટથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, તેઓએ કોંગ્રેસની હાર સ્વીકારી લીધી છે.

અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાયા, તે બંન્નેએ રાજ્યસભાની સીટ ખાલી કરી. કોંગ્રેસ પાસે એક બેઠક જીતવા માટે ધારાસભ્ય હતાં. હવે બંન્ને સીટો બીજેપી જીતશે, કારણ કે તેમની પાસે ચૂંટણી પંચ છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચે અલગ અલગ મતદાન રાખવામાં આવતા અર્જુન મોઢવાડિયાએ આવું નિવેદન આપ્યું હોય તેવી શક્યતા મનાય રહી છે.

તમને જણાવી દઈએ કે ભાજપના અમિત શાહ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. જ્યાં તેમની ગાંધીનગરથી વિક્રમી મતોથી જીત થઈ હતી અને હવે તેઓ દેશના ગૃહ મંત્રી છે. લોકસભા જીત્યા બાદ તેમણે રાજ્યસભાની બેઠક છોડી છે.

બીજી બાજુ સ્મૃતિ ઇરાનીએ અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યાં છે. હાલ તેઓ મોદી સરાકરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી છે. તેમણે પણ ગુજરાતની રાજ્યસભા બેઠક છોડી છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી